અક્ષય કુમારની માતાને ભીની આંખોએ અંતિમ વિદાય આપવા માટે આવ્યા બોલીવુડના સ્ટાર, સામે આવી તસવીરો

બોલીવુડના  દિગ્ગજ અભિનેતા જેમને ફક્ત તેના અભિનયથી જ નહિ પરંતુ સમાજ સેવાના કાર્યોથી પણ ચાહકોનું દિલ જીતી લીધું છે એવા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું આજે નિધન થઇ ગયું. જેના બાદ અક્ષય પણ ખુબ જ દુઃખમાં જોવા મળી રહ્યો છે.

ત્યારે અક્ષયના આ દુઃખની અંદર સાથ આપવા અને તેમની માતાને અંતિમ વિદાય આપવા બોલીવુડના સેલેબ્રેટીઓ આવી પહોંચ્યા હતા. જેમની કેટલીક તસવીરો પણ હવે સામે આવી રહી છે.

અક્ષય કુમારની માતાના નિધનની ખબરથી બોલીવુડમાં પણ શોકની લહેર વ્યાપી ગઈ હતી, અરુણા ભાટિયાના નિધન બાદ અક્ષય અને પરિવારને સાંત્વના અપાવવા માટે અભિનેતા રિતેશ દેશમુખ પણ આવી પહોંચ્યો હતો.

રિતેશ ઉપરાંત ફિલ્મ ડાયરેક્ટર સાજીદ ખાન પણ અક્ષયના ઘરે તેની માતાના અંતિમ દર્શન કરવા અને અક્ષયના માથે આવી પડેલા આ દુઃખને સહન કરવાની હિંમત આપવા માટે આવી પહોંચ્યા હતા.

અક્ષય કુમારની સૌથી નજીક રહેતા ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી પણ અક્ષયના આ દુઃખમાં સહભાગી થવા માટે આવી પહોંચ્યા હતા. તેમને પણ કારની અંદર બેઠેલા સ્પોટ કરવામાં આવ્યા હતા.

તો ફિલ્મ પ્રોડ્યુસર રમેશ તોરાની પણ અક્ષયની ઘરની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આજે વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું 77 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું.

છેલ્લા કેટલાય સમયથી અક્ષયની માતાની તબિયત ખુબ જ ખરાબ હતી અને તેમને મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તે હોસ્પિટલના આઇસીયુની અંદર જિંદગી અને મૃત્યુ સામેનો જંગ લડી રહ્યા હતા. પરંતુ આજે બુધવારની સવારે જ તેમને છેલ્લા શ્વાસ લીધા.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *