અમિતાભ બચ્ચાને શેર કર્યા લાલબાગ નાં રાજા ના પહેલા દર્શન, ઘરે બેઠા જ ગણપતિ બાપાનાં દર્શન કરો


દેશભરમાં ગણપતિ ઉત્સવ ની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. બોલીવુડના ઘણાં સિતારા પોતાના ઘરમાં ગણેશજીને બિરાજમાન કરે છે. શિલ્પા શેટ્ટી અને માધુરી દીક્ષિતે પણ શાનદાર રીતે ગણપતિ બાપા નું સ્વાગત કર્યું છે, જેની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહેલ છે. ૧૦ સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેની વચ્ચે અમિતાભ બચ્ચને લાલબાગ નાં રાજા નો પહેલા દર્શનનો એક વીડિયો શેર કર્યો છે, જેને બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

હકીકતમાં ગણેશ ચતુર્થીના ઉત્સવની રોનક સૌથી વધારે મહારાષ્ટ્રમાં જોવામાં આવે છે. સિદ્ધિ વિનાયક મંદિર થી લઈને લાલબાગ નાં બાદશાહ સુધીનો દરબાર સજાવવામાં આવે છે. ગણપતિ નાં અલગ અલગ પંડાલ સજાવવામાં આવે છે. તેમાં અમિતાભ બચ્ચને લાલબાગ નાં રાજા નાં પહેલા દર્શનનો વિડીયો શેર કર્યો છે. શેર કરવામાં આવેલ વીડિયોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સાથોસાથ ધીરે ધીરે લોકોએ લાલબાગના રાજાની મુર્તિ ઉપરથી પડદો ઉઠાવ્યો હતો. ત્યારબાદ બધા લોકોએ જોરજોરથી ગણપતિ બાપા મોરિયા નાં નારા લગાવ્યા હતા.

આ વીડિયોને શેર કરવા અને હજુ થોડી જ કલાકો થઈ છે અને તેને ૪૦ લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. આ વખતે ગણેશોત્સવ ૧૦ સપ્ટેમ્બરનાં રોજ શરૂ થઇ રહેલ છે. ભક્તિ અને શ્રદ્ધા નો આ ઉત્સવ ગણેશ ચતુર્થીથી શરૂ થાય છે અને ૧૦ દિવસ બાદ અનંત ચતુર્દશી સુધી દેશભરમાં તેની ધુમ રહે છે.

જણાવી દઈએ કે આ વખતે આયોજનમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. આયોજન સ્થળ ઉપર ભીડ ન થાય તેના માટે આ વખતે ભક્તો ગણપતિજી નાં ઓનલાઈન દર્શન કરી શકશે. કોરોના વાયરસને કારણે પાછલા વર્ષે લાલબાગ નાં રાજા નો દરબાર સજાવી શકાયો ન હતો. કોરોનાને કારણે ૮૬ વર્ષથી ચાલી રહેલી આ પરંપરા તોડવામાં આવી હતી. લાલબાગનાં રાજા નો દરબાર મુંબઈના સૌથી લોકપ્રિય સાર્વજનિક ગણેશ પંડાલ છે. લાલબાગના રાજા નો દરબાર પહેલી વખત ૧૯૩૪માં લગાવવામાં આવ્યો હતો અને ત્યારથી અત્યાર સુધી અહીંયા ખુબ જ ધામધુમથી ગણપતિ પુજા થાય છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *