અહીં જમીન પર થયો ‘વાદળોનો વરસાદ’, જોનારાના મોતિયા મરી ગયા, મચી ગયો હાહાકાર

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ‘વાદળોનો વરસાદ’ થયો છે. આ જોઈને સ્થાનિક લોકો ડરી ગયા છે. એવું લાગતું હતું કે આકાશમાંથી વાદળોના નાના નાના ટૂકડા પડી રહ્યા છે. ખરી રીતે આ વાદળોના ટૂકડા નહીં પરંતુ પ્રદૂષણ સાથે ફીણ આવતું હતુ, જે વરસાદ સાથે જમીન પર પડતું હતું. વૈજ્ઞાનિકોના મતે રાસાયણિક પ્રક્રિયા હોવાને કારણે ફીણના ગોટે ગોટા જમીન પર પડતા હતા.

આ ઘટના ચંદ્રપુર શહેર નજીક દુર્ગાપુર વિસ્તારમાં બની હતી. અહીંયા ઝાડ, રસ્તા, ઘર સહિત અનેક જગ્યાએ ફીણના ગોટે ગોટા પડ્યા હતા. વાદળો જેવા દેખાતા આ ફીણ બે કિમી વિસ્તારમાં પડ્યા હતા.

આકાશમાંથી ફીણ સ્પષ્ટ દેખાતા હતા. લોકો પણ નવાઈમાં મૂકાઈ ગયા હતા. લોકોને ખબર નહોતી પડતી કે આ શું થઈ રહ્યું છે. કોરોના બાદ કોઈ નવી મુ્શ્કેલી તો નથી આવી ને. શરૂઆતમાં લોકોને લાગ્યું કે વાદળોના ટૂકડા પડ્યા છે. લોકોએ વીડિયો પણ બનાવ્યા હતા. પછી આ ફીણમાંથી વિચિત્ર ગંદી વાસ આવતી હતી.

જે વિસ્તારમાં ફીણના ગોટા પડ્યા હતા, ત્યાં ચંદ્રપુર થર્મલ પાવર સ્ટેશ સહિત અનેક કોલસાની ખાણો પણ છે. આ કારણે અહીંયા વાયુ પ્રદૂષણ પણ પુષ્કળ હતું. ચંદ્રપુરમાં છેલ્લાં બે દિવસથી વરસાદ પડે છે. પર્યાવરણ એક્સપર્ટ સુરેશે કહ્યું હતું કે થર્મલ પાવર સ્ટેશન તથા કોલસાની ખાણને કારણે વરસાદના પાણી તથા વાયુપ્રદૂષણનું સંયોન થવાથી ફીણ વળે છે.

ચંદ્રપુરમાં વરસાદમાં ફીણ આવતા તરત જ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને માહિતી આપી હતી. સાયન્ટિસ્ટે કહ્યું હતું કે ફીણમાંથી અલગ જ પ્રકારની વાસ આવતી હતી. સ્વાદમાં તે નમકીન હતી અને તે ઓઇલી હતી.

વરસાદ સમયે ફીણ બનવાની આ પ્રક્રિયાને સફેંકટેન્ટ ઇફેક્ટ અથવા મિસેલ ફોર્મેશન કહે છે. આ પ્રક્રિયા થવા પાછળ અનેક કારણો છે. મોટાભાગે ઇન્ડસ્ટ્રિયલ કચરો તથા પ્રદૂષણને કારણે આમ થાય છે.

પ્રદૂષણ બોર્ડે એમ કહ્યું હતું કે આ કેસની તપાસ થઈ રહી છે. ફીણના સેમ્પલ તેમની પાસે છે. એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આખરે આવું કેમ થયું. ઘણીવાર પાઇન ટ્રી સાથે આમ થાય છે. જ્યારે વરસાદ પડે ત્યારે પાઇન ટ્રી પર ફીણ બને છે. પાણી તથા તેલ સાથે મળવાની આમ થાય છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *