આજે પણ સમુદ્રની નીચે આવી હાલતમાં છે શ્રીકૃષ્ણની દ્વારકા નગરી, આ કારણને લીધે સમુદ્રમાં ડુબી ગઈ હતી

હાલમાં જ દેશભરમાં જન્માષ્ટમી ધામધુમથી ઉજવવામાં આવી હતી. તેના અવસર પર આજે અમે તમને મહાભારત કાળની એક એવી નગરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ભગવાન શ્રીકૃષ્ણએ વસાવેલી હતી. આ નગરીનો એક હિસ્સો આજે પણ સમુદ્રની અંદર છે. અમુક વર્ષ પહેલા તેની શોધ કરવામાં આવી રહી હતી. અમે વાત કરી રહ્યા છીએ, દ્વારકા ધામ ની. તે ગુજરાતનાં સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં અરબ સાગરના દ્વીપ પર સ્થિત છે.

એવી માન્યતા છે કે મથુરા છોડ્યા બાદ ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકામાં એક નવું નગર વસાવ્યું હતું. તેનું પ્રાચીન નામ કુશસ્થલી હતું. થોડા વર્ષો પહેલાં નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓસિયનોગ્રાફીને સમુદ્રની અંદર પ્રાચીન દ્વારકાનાં અવશેષ પ્રાપ્ત થયા હતા અનેક દ્વારોનું શહેર હોવાને કારણે આ નગરનું નામ દ્વારકા પડ્યું હતું. આ શહેરની ચારો તરફ ઘણી લાંબી દીવાલ હતી, જેમાં ઘણા દરવાજા હતા. આ દીવાલો આજે પણ સમુદ્રની અંદર જળમગ્ન છે.

મળ્યા તાંબાનાં સિક્કા અને ગ્રેનાઇટ સ્ટ્રક્ચર

એક રિપોર્ટ અનુસાર ૧૯૬૩માં સૌથી પહેલા દ્વારકા નગરીનું એસ્કવેશન ડેક્કન કોલેજ પુણૅ, ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી અને ગુજરાત સરકાર દ્વારા મળીને કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અંદાજે ૩૦૦૦ વર્ષ જુના વાસણ મળ્યા હતા. તેના અંદાજે એક દશક બાદ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ની અન્ડર વોટર આર્કિઓલોજી વિંગને સમુદ્રની અંદર અમુક ત્રાંબાનાં સિક્કા અને ગ્રેનાઈટ સ્ટ્રક્ચર પણ મળ્યું હતું.

૧૮ સાથીઓની સાથે દ્વારકા આવ્યા હતા શ્રીકૃષ્ણ

જણાવવામાં આવે છે કે કૃષ્ણ પોતાના ૧૮ સાથીઓની સાથે દ્વારકા આવ્યા હતા. અહીંયા તેમણે ૩૬ વર્ષ સુધી રાજ કર્યું હતું. ત્યારબાદ તેમણે પોતાના પ્રાણ ત્યાગ કરી દીધા હતા. ભગવાન શ્રીકૃષ્ણના વિદાય થતાની સાથે જ દ્વારિકા નગરી સમુદ્રમાં ડુબી ગઈ અને યાદવ કુળ નષ્ટ થઈ ગયું.

કયા બે શ્રાપથી ડુબી દ્વારકા?

પહેલો શ્રાપ

મહાભારત યુદ્ધ બાદ કૌરવોની માતા ગાંધારીએ મહાભારત યુદ્ધ માટે શ્રીકૃષ્ણને દોષિત ઠેરવ્યા હતા. તેમણે શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે જે રીતે કૌરવ વંશનો નાશ થયો છે, તે રીતે જ યદુવંશનો પણ નાશ થશે.

બીજો શ્રાપ

પ્રચલિત કહાનીઓ અનુસાર માતા ગંધારી સિવાય બીજો શરાબ ઋષિઓ દ્વારા શ્રીકૃષ્ણનાં પુત્ર સાંબ ને આપવામાં આવ્યો હતો. હકીકતમાં મહર્ષિ વિશ્વામિત્ર, કણ્વ, દેવર્ષિ નારદ વગેરે દ્વારકા પહોંચ્યા હતા. અહીં યાદવ કુળનાં અમુક યુવકોએ ઋષિઓની મજાક કરી હતી. તેઓ કૃષ્ણનાં પુત્ર સાંબ ને સ્ત્રીવેશમાં ઋષિઓ પાસે લઈ ગયા અને કહ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે. તેમના ગર્ભમાંથી શું જન્મ લેશે? ઋષિ અપમાનથી ક્રોધિત થઈ ઊઠ્યા અને તેમને શ્રાપ આપ્યો કે શ્રીકૃષ્ણનો આ પુત્ર જ યદુવંશી કુળનો નાશ કરવા માટે એક લોખંડનું મુસળ બનાવશે, જેનાથી તે પોતાના કુળનો જાતે નાશ કરી લેશે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *