આમિર ખાનનો પડછાયો બનીને જીવે છે બૉડીગાર્ડ, વર્ષે મળે છે કરોડો રૂપિયા

કોઈ પણ બોલિવૂડ સ્ટારની એન્ટ્રી તેમના પર્સનલ બોડીગાર્ડ વગર અધૂરી છે. બોડીગાર્ડ સેલિબ્રિટીને તેમના ડાઇડાર્ટ ફેન્સ અને મીડિયાથી દૂર રાખતા હોય છે. સેલિબ્રિટી પાસે બોડીગાર્ડ હોવો સરળ વાત નથી. જોકે, એવું લાગે છે કે, આમિર ખાનના પર્સનલ બોડીગાર્ડ ઘોરપડે જેવા લોકો કેટલાકના નસીબમાં હોય છે.

પડછાયાની જેમ દરેક મુશ્કેલીમાં આપે છે સાથ
યુવરાજ ઘોરપડે હંમેશા પડછાયાની જેમ આમિર ખાન સાથે જોવા મળે છે. સાર્વજનિક કાર્યક્રમોથી ફિલ્મના સેટ સુધી યુવરાજ આમિર સાથે સતત જોવા મળે છે.

આ રીતે લાઇફમાં આવ્યો ટ્વિસ્ટ
યુવરાજ ઘોરપડે હંમેશા ફિટનેસ ફ્રિક છે. જીવનમાં એવી કેટલીક પરિસ્થિતિ સામે આવી છે કે, યુવરાજ પોતાના જીવનમાં ઇચ્છતા હતાં તે થઈ શક્યું નહોતું. મજબૂરીમાં તેમણે સ્કૂલ છોડવી પડી હતી. આ પછી તેમણે સિક્યુરિટી જોઈ કરીને ગુજરાન ચલાવવાનું નક્કી કર્યું હતું. પણ તેમના જીવનમાં ત્યારે મોટો ટ્વિસ્ટ આવ્યો જ્યારે તેમને આમિર ખાનની સુરક્ષાનું કામ મળ્યું હતું.

16 વર્ષની ઉંમરમાં છોડી હતી સ્કૂલ
એક રિપોર્ટ મુજબ યુવરાજ ઘોરપડેએ 16 વર્ષની ઉંમરમાં જ સ્કૂલ છોડી દીધી હતી અને એક સુરક્ષા એજન્સીમાં સામેલ થયાં ત્યાં સુધી અલગ અલગ કામ કરતાં હતાં અને પછી આમિરખાનના પર્સનલ બોડીગાર્ડ તરીકે પોતાની અલગ ઓળખ બનાવી હતી. એક ઇન્ટરવ્યૂમાં યુવરાજ ઘોરપડેએ કહ્યું હતું કે, ‘ભૂતકાળમાં હું ઓળખ બનાવવા માટે અલગ અલગ કામ કરતો હતો. પછી 9 વર્ષ પહેલાં મેં સિક્યોરિટીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો.’

દોસ્તોને ઈર્ષા થાય છે
આજે યુવરાજ પોતાના કામ પર ગર્વ અનુભવે છે. એટલું જ નહીં તે સંપૂર્ણ સમય આમિર સાથે રહેતો હોવાને લીધે લોકોને તેની ઈર્ષા પણ થાય છે. તેમણે કહ્યું કે, ‘આજે હું આમિર ખાનનો બોડીગાર્ડ છું અને મારા ઘણાં ફ્રેન્ડ મારી ઇર્ષા કરે છે કે, હું દરેક સમયે મોટી હસ્તી સાથે ફરું છું.’

આટલી કમાણી કરે છે
એક રિપોર્ટ મુજબ, વિશાલ ઘોરપડેને વર્ષે લગભગ 2 કરોડ રૂપિયાનો પગાર મળે છે. જે ઘણી કંપનીઓના CEOના પગાર કરતાં ખૂબ જ વધુ છે.

બોલિવૂડમાં બોડીગાર્ડનો દબદબો
ઉલ્લેખનીય છે કે, આમિર ઉપરાંત ઘણાં બોલિવૂડ સ્ટાર્સના બોડીગાર્ડ પણ સેલિબ્રિટીથી ઓછા નથી. સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્મા સહિતના સ્ટાર્સ પર્સનલ બોડીગાર્ડ મોટી કમાણી કરે છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *