એક સમયે 5500 રૂપિયા લઈને મુંબઈ આવેલ આ પ્રખ્યાત અભિનેતાએ જાત-મહેનતથી ઉભું કર્યું 130 કરોડનું સામ્રાજ્ય

બોલીવુડ (Bollywood) ફિલ્મજગત (Film industry) માં કેટલાય એવા અભિનેતાઓ છે કે, જેમણે ફિલ્મજગતમાં પગ મુકતા પહેલા મજુરીકામ અથવા તો અન્ય કોઈ નજીવું કામ કરવાનો વારો આવ્યો હતો ત્યારે હાલમાં પણ આવા જ એક ખુબ પ્રખ્યાત (Famous) અભિનેતા (Actor) સોનુ સુદ (Sonu sood) ને લઈ આવી જ એક જાણકારી સામે આવી છે.

ઈન્કમ ટેક્સ વિભાગની ટીમ દ્વારા બુધવારનાં રોજ અચાનક જ આ અભિનેતાની મુંબઈની ઓફિસમાં પહોંચીને તપાસ બાદ તેનું કારણ ગમે તે સામે આવ્યું હોય પણ હવે સમગ્ર દેશના લોકો તેની નેટવર્થ અંગે જાણવા માટે ઉત્સુક બન્યા છે ત્યારે આપને જણાવી દઈએ કે, સોનુ ફક્ત 5,500 રૂપિયા લઈને મુંબઈ આવ્યો હતો. જયારે હાલમાં 48 વર્ષનો ‘મસીહા’ અંદાજે 130 કરોડ સંપત્તિનો માલિક છે.

એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે:
સપ્ટેમ્બર વર્ષ 2021માં સોનુ સૂદની કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા એટલે કે, અંદાજે 17 મિલિયન ડોલર હતી. સોનુ હાલમાં પત્ની તેમજ બાળકોની સાથે મુંબઈમાં જ રહે છે. આની સાથે જ તેને હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ તથા પંજાબી ફિલ્મોમાં કામ માટે ઓળખવામાં આવે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તેની ઈન્કમનો મુખ્ય સોર્સ છે.

એક ફિલ્મ માટે અંદાજે આ અભિનેતા 2 કરોડ ફી વસુલ કરે છે. જયારે તેનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ છે કે, જેનું નામ શક્તિ સાગર પ્રોડક્શન છે. જે તેના પિતાના નામ પર રાખવામાં આવ્યું છે. સોનુ અત્યાર સુધીમાં અંદાજે 70 ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે તેમજ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તેમજ ફિલ્મોમાંથી દર મહિને કરોડ રૂપિયાની કમાણી કરે છે.

ઘર અને કારનું કલેક્શન:
સોનુ પોતાના પરિવારની સાથે અંધેરીમાં આવેલ લોખંડવાલામાં 2,600 ચોરસ ફૂટના 4BHK એપાર્ટમેન્ટમાં રહે છે તેમજ આની સિવાય તેની પાસે મુંબઈમાં બીજા બે અન્ય ફ્લેટ પણ છે. તેના વતન મેગામાં પણ તેનો એક બંગલો આવેલો છે. જુહુમાં તેની એક હોટેલ પણ આવેલી છે. જેને લોકડાઉન વખતે આઈસોલેશન સેન્ટર બનાવવા માટે ખોલવામાં આવી હતી.

આની ઉપરાંત સોનુ સુદના કાર કલેક્શનમાં 66 લાખની મર્સિડીઝ બેન્ઝ ML ક્લાસ 350 CDI,80 લાખની ઓડી Q7 તેમજ 2 કરોડની કિંમતની પોર્શ પનામા પણ સમાવેશ થાય છે. આ અભિનેતાએ કોરોનાકાળમાં અનેકવિધ બેરોજગાર યુવાનો તથા ગરીબોની મદદ કરી હતી જેને લીધે તે હાલમાં ખુબ પ્રખ્યાતી પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *