ઓપરેશન વગર પથરી દૂર કરવા માંગો છો? તો આ રીતે વાપરો કેરીના પાન

આજે અમે તમને કેરીના ઝાડના પાન એટલે કે આંબાના પાનને તમે કેવીરીતે વાપરી શકશો એ જણાવીશું. તેનાથી તમારા શરીરના મોટા ભગ્ન બધા રોગ દૂર થઇ જશે. ઘરની બહાર વાર તહેવારે આંબાના પન્નુ તોરણ લગાવવું જોઈએ. તેનાથી ઘરમાં પોઝિટિવિટી આવે છે અને ઘરમાં બધાનું સ્વસ્થ્ય પણ સારું રહે છે.

કેરીના પાનથી કાનના દુખવામાં પણ રાહત રહે છે. કેરીના પાનનો રસ કાઢીને તેના રસના અમુક ટીપા કાનમાં નાખવાથી કાનના દુખાવામાં રાહત મળે છે. આ રસ ને તમે તમને ક્યાંય દાઝ્યું હોય ત્યાં પણ લગાવી શકો છો.

પથરીના દુખાવાથી ઘણા બધા લોકો પરેશાન થતા હોય છે. ગમે એટલો મજબૂત વ્યક્તિ હોય પણ જો તેને પથરીનો દુખાવો થશે તો તે પણ પથારીમાં આળોટતો જોવા મળે છે. તમે પણ અનુભવ્યું જ હશે કે પથરીના દુખાવામાં કેવી હાલત થતી હોય છે. તમારા ઘરમાં તમને કે કોઈ બીજાને એકાદ વાર તો આ પ્રોબ્લેમ થઇ જ હશે. આજે અમે તમારી માટે પથરીના દુખાવાને દૂર કરવાનો એક એવો રામબાણ ઉપાય લાવ્યા છે કે તેના વિષે જાણીને તમે તમારા પથરીના દુખાવાને હંમેશ માટે બાય બાય કરી દેશો.

કેરીના ઝાડના પાન એટલે કે આંબાના પાન પથરી અને પિત્ત પથરીને મટાડવામાં તમારી મદદ કરશે. આની માટે તમારે દરરોજ કેરીના પાનનું સેવન કરવું જોઈએ. આની માટે તમારે કેરીના ઝાડના પાનને ઘરમાં કે છાયામાં સુકવવાના છે. આ ઉપાયમાં કેરીના પાનના પાવડરને રાત્રે એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાનું છે. આની માટે કેરના પાનને સૂકવીને તેનો બારીક પાવડર બનાવી લેવાનો છે. અને તેને દરરોજ સવારે અને રાત્રે બે ચમચી પાવડર પાણી સાથે લેવાનું છે. ચૂરણ ખાવાના અમુક જ દિવસમાં પથરી એ ઓગળીને બહાર આવી જશે.

કેરીના કુણા પાનને પીસીને વાળમાં લગાવવાથી વાળ લાંબા થાય છે અને સાથે સાથે કાળા પણ થાય છે. કાચી કેરીની છાલને તેલમાં કેરીના પાન સાથે ઉમેરીને તે તેલને તાપમાં મૂકી દો પછી આ તેલને તમારા વાળમાં મૂળમાં લગાવો આમ કરવાથી વાળ વહેલા સફેદ થશે નહિ અને જો વાળ ખરવાની સમસ્યા છે તો એ પણ દૂર થશે.

પેટમાં દુખાવો અને ઉલ્ટી જેવી સમસ્યા માટે કેરીના પાન એક રામબાણ ઈલાજ છે. આની માટે કેરીના કુણા 10 પાન, 2 થી 3 બ્લેકબેરી એક વાટકીમાં લઈ લો આ ઉપાય કરવાથી ઉલ્ટી જેવી પ્રોબ્લેમ દૂર થઇ જશે.જો તમે દરરોજ નાહવાના પાણીમાં કેરીના પાન ઉમેરીને નાહશો તો તમારો દિવસભરનો થાક ઉતરી જશે અને તમે ફ્રેશ પણ અનુભવ કરશો. આની માટે તમે કેરીના પાનનું ચૂરણ, પાનનો રસ વગેરે જેવું પણ વાપરી શકો છો. આ ઉપાય કરવાથી શરીરના ઘાણ દુખાવા પણ દૂર થઈ જશે.

કેરીના પાનને ગરમ પાણીમાં ઉકાળો અને થોડીવાર પલાળી રાખો પછી હૂંફાળું ગરમ રહે એટલે તેમાં મધ ઉમેરીને પી જાવ એટલે તમને ઉધરસમાં ખુબ રાહત મળશે. ગાળમાં ખીચખીચ થઇ હશે તો એ પણ મટી જશે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *