કહ્યું કે હું કપડાં ઉતારું છું કારણકે…

અભદ્ર ગંદી ગંદી કમેન્ટ્સ કરનારને નિયા શર્માનો કરારો જવાબ, કહ્યું કે મારા કપડાં ઉતારું છું કારણકે…

અભિનેત્રી નિયા શર્માનો બેબાક અંદાજ અને ગ્લેમરસ અવતાર ચર્ચામાં રહે છે. જો કે, આ કારણથી તેને ટ્રોલિંગનો સામનો કરવો પડતો હોય છે. ડ્રેસિંગને કારણે ઘણીવાર તેને ખરાબ કમેન્ટ્સ પણ સાંભળવા પડે છે. હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં નિયા શર્માએ તેના ડ્રેસિંગ સ્ટાઇલને લઇને કરવામા આવેલ કમેન્ટ્સ પર રિએક્ટ કર્યુ છે.

પ્રેસ કોન્ફરન્સમાં જયારે તેને પૂછવામાં આવ્યુ કે, તે ટ્રોલ્સથી કેવી રીતે ડીલ કરે છે તો આ પર અભિનેત્રીએ જવાબ આપ્યો કે, વધારે તો કપડાને લઇને મારા વિશે કંઇ સારુ બોલવામાં આવ્યુ નથી અને હું એકસેપ્ટ કરુ છુ કે અટેંશન માટે, ન્યુઝમાં રહેવા માટે હું મારા કપડા ઉતારુ છુ. આ બધુ કયાંથી આયુ. હું 10 વર્ષથી અટેંશન લઇ રહી છુ શુ.

નિયાએ આગળ કહ્યુ કે, મેં પર્યાપ્ત કામ કર્યુ છે. હું પર્યાપ્ત ફેમસ છુ. એ સમજવુ હશે કે મારા કપડા અટેંશન મેળવવા કે ખબરોમાં રહેવાનો રસ્તો નથી. આ મારો એજંડા નથી.એક નિશ્ચિત રીતે ડ્રેસઅપ હોવું મને પસંદ છે. સ્લટ શેમિંગ, ગંદુ બોલવુ એ ખબર નહિ કયાં સુધી આવી જાય છે. હવે તો લોકોને આને એક્સેપ્ટ કરી લેવું જોઇએ કારણ કે હું તો નથી બદલી રહી.

ટીવી સ્ક્રીન પર પોતાની બોલ્ડનેસના જલવા વિખેરી ચૂકેલી નિયા શર્માએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પિંક ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં તે ઘણી હોટ નજર આવી રહી છે. તેણે આ લુકને કંપલીટ કરવા માટે વાળને ખુલ્લા રાખ્યા છે અને મેકઅપ સાથે હાઇ હિલ્સ કેરી કર્યા છે.

ટીવીની હોટ અને બોલ્ડ અભિનેત્રીમાંની એક નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. તે તેના સ્ટાઇલિશ અને બોલ્ડ અવતાર માટે જાણિતી છે. નિયા સોશિયલ મીડિયા પર ઘણીવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જે ખૂબ વાયરલ થાય છે.

તમને જણાવી દઇએ કે, નિયા શર્મા પહેલા પણ તેની બોલ્ડનેસને કારણે ટ્રોલ થઇ ચૂકી છે. પરંતુ તેને આવી કોઇ પણ વાતોથી કોઇ ફરક પડતો નથી. તે બિંદાસ અંદાજમાં જ જોવા મળે છે. તે તેની પસંદના જ કપડા પહેરે છે.

નિયા શર્મા તેની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં બની રહે છે. અભિનેત્રીને ધારાવાહિક “જમાઇ રાજા”થી ઘણી પોપ્યુલારિટી મળી હતી. આ પહેલા તે “એક હઝારો મેં મેરી બહેના હે”માં જોવા મળી હતી. આ બંને શોમાં લોકોએ તેને ઘણી પસંદ કરી હતી. નિયાની હાલમાં જ વેબ સીરીઝ “જમાઇ રાજા 2.0” આવી. તે સ્ટંટ રિયાલિટી શો “ખતરો કે ખિલાડી”માં પણ જોવા મળી ચૂકી છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *