કેનેડામાં ભણવા ગયેલ એક યુવકની થઇ હત્યા, હત્યા પાછળ કારણ હતું આવું..

વિદેશ એક એવી જગ્યા છે જ્યાં લગભગ દરેક માતા પિતા પોતાના બાળકોને ભણવા અને સ્થાયી થવા માટે મોકલવા ઇચ્છતા હોય છે. જયારે પણ કોઈ વિદ્યાર્થીને  ચાન્સ મળે છે તો તે કોઈપણ ચાન્સ છોડતા નથી અને બાળકોને બહાર મોકલવા માટે કાંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. જો ઘરમાં પૈસાની સગવડ ના હોય તો બહારથી પણ ઉધાર લાવીને પણ બાળકોની ઈચ્છા પુરી કરતા હોય છે. આજે અમે તમારી માટે એક ખુબ જ વાઇરલ ગયેલ સમાચાર લાવ્યા છે.

કેનેડાના નોવા સ્કોટિયાના ટ્રુ નગરના એક એપાર્ટમેન્ટમાં એક આઠ વર્ષના ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો હતો. ત્યાંના ભારતીય સમુદાયના સદસ્ય પર નસ્લીય કારણે લીધે મારી નાખવાની શંકા કરવામાં આવી રહી છે. ટ્રુરો પોલીસ સેવાના અધિકારી ડેવિડ મૈકનીલ કહે છે પોલીસને એક ફોન આવ્યો હતો અને તેઓ રવિવારના દિવસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ત્યાં જઈને જુએ છે તો એક વ્યક્તિ એ એપાર્ટમેન્ટમાં ખુબ જ ગંભીર રીતે ઘાયલ હતો. પોલીસે તેની ઓળખાણ પ્રભજીત સિંહ ખત્રીના નામે કરી હતી અને તમને જાણીને દુઃખ થશે પણ એ ઘાયલ યુવકનું મૃત્યુ થઇ ગયું હતું.એ યુવક લેટનએ ટેક્સી સાથે સાથે અમુક રેસ્ટોરન્ટમાં પણ કામ કરતો હતો. પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરીને તપાસ શરુ કરી છે. પોલીસે આ બાબતમાં એક વ્યક્તિને ગિરફ્તાર પણ કર્યો હતો પણ પછીથી તેને છોડી દેવામાં આવ્યો હતો.

પોલીસે તલાશ કરવા માટે વોરંટ જાહેર કર્યું અને તેને હિરાસતમાં લીધો હતો, પણ તેની પર કોઈ આરોપ લગાવ્યો હતો નહિ. તે વ્યક્તિ પોતાની સંવેદના જાહેર કરવા માટે રવિવારના રાત્રે મૃતકના પરિવાર અને સ્થાનીય ભારતીય સમુદાયને મળવા પણ ગયો હતો. પ્રભજોત સિંહ ખત્રી 2012માં ભારત છોડીને કેનેડા ભણવા માટે આવ્યા હતા.

આ યુવકના મૃત્યુના સમાચાર સાંભળીને ભારતીય સમુદાયના લોકોને બહુ જ દુઃખ થયું છે. એ લોકોએ ત્યાં આ યુવકના શરીરને ભારત મોકલવા માટે પૈસા ભેગા કરવા માટે એક અભિયાન પણ શરુ કર્યું હતું. પ્રભજોતના મિત્રોને શંકા છે કે તેમાં મિત્રનું ખુબ હેટ ક્રાઇમ નસ્લીયને કારણે જ થયું છે.હવે તમે વિચારો આ યુવકને ન્યાય મળશે કે નહિ મળે એ તો ખબર નહિ પણ જે માતા પિતાએ પોતાનો દીકરો ગુમાવ્યો છે તેમને તો કેટલી ખોટ પડી હશે. તેમની પરિસ્થિતિ વિચારતા જ મનમાં કમકમી ઉપડી જાય છે. તેમના પરિવાર સાથે અમારી સહાનુભૂતિ છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *