ગણેશ ઉત્સવ દરમ્યાન તમે પણ સત્યનારાયણ ભગવાનની કથા કરાવો છો તો ભૂલથી પણ ન કરતા આ ભૂલ

તમારા માંથી ઘણા લોકો સમય સમય પર સત્યનારાયણ કથા કરાવતા હશે.એવું કરવાથી ઘર માં સકારાત્મક ઊર્જા નો વિસ્તાર થાય છે અને સુખ તેમજ ધન બન્ને બની રહે છે. આ ઉપરાંત ગણેશ ઉત્સવ દરમિયાન પણ લોકો સત્યનારાયણ ભગવાનની કથા કરાવતા હોય છે.પરંતુ શું તમે જાણો છો કે આ સત્યનારાયણ કથા કરાવવા દરમિયાન તમારે કેટલીક ખાસ વાતો નું ધ્યાન રાખવું પડે છે.જો તમે એવું નથી કરતા તો તે બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે અને તમે આ કથા ના લાભ થી વંચીત પણ રહી શકો છો.

ઘરમાં સાફ સફાઈ રાખવી
સત્યનારાયણ કથા કરાવવી એક પવિત્ર કામ હોય છે એ કથા ના માધ્યમથી તો દેવી દેવતાઓને ઘરમાં આવવાનું આમંત્રણ આપે છે.ત્યારે જરૂરી છે કે તમે પોતાના ઘરમાં સાફ સફાઈ રાખો. ધણા લોકો ઘરના ખૂણા માં સફાઇ નથી કરતા જેનાથી ધરામાં નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે.તેના કારણે ઘર માં દેવી દેવતા ઓ ધર માં નથી આવતા.

કથા દરમિયાન મહેમાનોનું સ્વાગત કરવું
કથા ના સમયે સંબંધીઓ,પાડોશીઓ અને પંડિત સહિત ઘણા બધા લોકો આવતા હોય છે. એવા માં તમારે તેમને સમયે સમયે ચા પાણી નું પૂછવું જોઇએ.ધણી જૂની કહેવત છે કે મહેમાન ભગવાનનું રૂપ હોય છે.તેથી તેનું કથા દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સાફ મન સાથે કથામાં બેસવું
જ્યારે ઘર માં સત્યનારાયણ ની કથા ચાલી રહી હોય તો તમારે કથામાં તમારું મન સંપૂર્ણ રીતે સાફ હોવું જોઇએ.તેમાં કોઈપણ ગંદા ભાવનવાળા વિચાર ન હોવા જોઈએ અથવા તો ન લાવવા જોઈએ.તમે સાચા મન થી ભગવાન ની આરાધના કરશો તો તે તમારી મનોકામના જરૂર પુરી કરશે.કથા દરમિયાન ઘરમાં શાંતિ અને હકારાત્મક માહોલ રાખવાની કોશિશ કરવી જોઈએ.

પ્રસાદમાં કંજુસી ના કરવી 
કથા માં ભરપુર પ્રસાદની વ્યવસ્થા કરવી જોઇએ. કથા સાંભળવા વાળા આવેલા લોકોને દિલ ખોલીને પ્રસાદ આપવો જોઈએ.શકય હોય તો તેમના ધરના સદસ્યો ના માટે પણ અલગથી પ્રસાદ આપવો જોઈએ.સાથે તમારા શેરી મહોલ્લા માં પણ આ પ્રસાદનું વિતરણ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *