ચાલુ બાઇકે આ કપલે રોડ ઉપર કર્યું એવું ગંદુ ગંદુ, કે વાયરલ વીડિયો જોઈને તમને પણ આવી જશે શરમ, પોલીસ લાગી શોધમાં

આજકાલના લફરાબાજ યુવક-યુવતીઓ…ચાલુ બાઈક ઉપર આ કપલે કરી શરમની બધી જ હદો પાર, વાયરલ વીડિયો જોઈને પોલીસ લાગી તપાસમાં

આજના યુવાનોને સ્ટન્ટ કરવાના ખુબ જ ગમતા હોય છે અને તેમાં પણ ફિલ્મી સ્ટાઇલને ઘણા યુવાનો રિયલ લાઈફમાં અજમાવતા પણ જોવા મળતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ કપલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ચાલુ બાઈક ઉપર રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

આ વાયરલ વીડિયો મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનો છે. જ્યાં એક યુવક યુવતીના ચાલુ બાઈક ઉપર લવ સીન સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેના બાદ હવે પોલીસ પણ તેમની તલાશમાં લાગી ગઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો પ્રખ્યાત વીઆઈપી રોડનો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક છોકરી બાઈકની ટાંકી ઉપર બેઠી છે અને તેનું મોઢું બાઈલ ચલાવનાર યુવક તરફ છે. યુવક પણ સામે બેઠેલી યુવતીને ગળે લગાવીને બાઈક ચલાવી રહ્યો છે. જયારે તે રોડ ઉપર ચાલી રહ્યા છે અને એક કારની નજીકથી પસાર થાય છે ત્યારે કારમાં બેઠેલો વ્યક્તિ તેમનો વીડિયો બનાવી લે છે.

13 સેકેંડનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાર ચાલકે જ બાઈક સવારનો વીડિયો બનાવ્યો છે. વીડિયોની અંદર યુવતી બાઈક ચાલક યુવક સાથે ચીપકીને બેઠી છે અને જયારે કાર સવાર તેમનો વીડિયો બનાવે છે અને યુવતીની નજર કાર ચાલક ઉપર પડે છે ત્યારે તે મોઢું ઝુકાવી લે છે.

આ વાયરલ વીડિયો પોલીસ પાસે પણ પહોંચ્યો હતો. જેના બાદ આ મામલાને પોલીસે પણ સંજ્ઞાનમાં લીધો અને વીઆઈપી રોડ ઉપર દુકાનોની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ પણ મેળવવા શરૂ કરી દીધા છે જેના કારણે યુવક યુવતીની ઓળખ કરી શકાય. આ ઉપરાંત બાઇકના નંબરના આધાર ઉપર પણ તેમને ટ્રેસ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *