છોકરાને બેસ્ટ ફ્રેન્ડની મમ્મી સાથે થઈ ગયો પ્રેમ, સાત બાળકોની છે માતા

પ્રેમ થાય ત્યારે વ્યક્તિ કંઈ પણ જોતો નથી. ભલે ને પછી તે કોઈ ફ્રેન્ડની મમ્મી કેમ ના હોય. કેટલાય લોકો પોતના ફ્રેન્ડના ઘરે જાય છે. જ્યારે ફ્રેન્ડની મમ્મી સામે આવે તો તેમને આંટી કહીને બોલાવે છે. પણ તેમના મનમાં કોઈ ગંદા વિચાર આવતાં નથી. જોકે, ઇંગ્લેન્ડનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે જાણીને તમે ચોંકી જશો.

આજે અમે તમને એક વિચિત્ર લવ સ્ટોરી વિશે જણાવી રહ્યા છીએ. જેમાં એક યુવકને તેના બેસ્ટ ફ્રેન્ડની મમ્મી સાથે પ્રેમ થઈ ગયો હતો. એટલું જ નહીં તેની સાથે લગ્ન પણ કર્યા હતાં. હવે આ યુવક તેના જ ફ્રેન્ડનો પિતા બની ગયો છે. આ બંનેની લવ સ્ટોરી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ તે અંગે અમે તમને જણાવીએ છીએ.

આ રસપ્રદ લવ સ્ટોરી ઇંગ્લેન્ડના વેસ્ટ સસેક્સની છે. અહીં વિલિયમ સ્થિમ નામના છોકરાને તેના ફ્રેન્ડની મમ્મી મર્લિન બિટિગિ સાથે પ્રેમ થઈ ગયો હતો. મર્લિન ઉંમરમાં વિલિયમ સ્મિથ કરતાં 29 વર્ષ મોટી હતી. જોકે, ઉંમરનું અંતર બંનેને એક થતાં રોકી શક્યું નહીં. વિલિયમ ઘણીવાર ગેમ રમવા પોતાના ફ્રેન્ડના ઘરે જતો રહેતો હતો. ત્યાં તેની મુલાકાત પોતાના ફ્રેન્ડની મમ્મી મર્લિન સાથે થઈ હતી.

એકવાર મર્લિનની તબિયત ખરાબ થઈ ગઈ. એવામાં વિલિયમ વારંવાર ફ્રેન્ડના ઘર જેઈને તેની મમ્મી મર્લિનની ખબર પૂછતો રહ્યો. આ દરમિયાન બંને એકબીજા પ્રત્યે ભાવનાત્મક રીતે નજીક આવી ગયા હતાં. જલદી જ બંને પોતાના દિલની વાત એકબીજાને કહી દીધી અને એક સાથે રિલેશનશિપમાં રહેવાં લાગ્યા હતાં. જ્યારે આ બધુ થયું ત્યારે વિલિયમની ઉંમર માત્ર 16 વર્ષની હતી. જ્યારે તેમની પ્રેમિકા મર્લિનની ઉંમર 31 વર્ષની હતી. એટલું જ નહીં મર્લિનને 7 બાળકો પણ છે.

વર્તમાનમાં બંનેના સંબંધોને 12 વર્ષ થઈ ગયા છે. આટલો સમય પસાર થવાં છતાં બંને સાથે ખુશ છે. આ વાત સાબિત કરે છે કે, બંને એકબીજાને દિલથી પ્રેમ કરે છે. આ કોઈ ફિઝિકલ આકર્ષણ નથી. વિલિયમ સ્મિથ અત્યારે ફિલ્મ પ્રોડ્યુસર તરીકે કામ કરે છે. તેમનું કહેવું છે કે, મર્લિન તેમની ડ્રીમ વૂમન છે અને તેને ખૂબ જ પ્રેમ કરે છે.

વિલિયમનો આ પ્રેમ અને કમિટમેન્ટ જોઈ મર્લિન તેની સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો હતો. વિલિયમ પણ તેમની પ્રેમિકાના મેરેજ પ્રપોઝને સ્વીકાર્યા વગર રહી શક્યો નહીં. બસ ફરી શું હતું બંનેએ ઝડપથી લગ્ન કરી લીધા. આ લગ્નથી સમાજમાં ધણાં લોકો ખુશ નહોતાં. આ અંગે તેઓ હેરાન થયાં હતાં. જોકે, વિલિયમ અને મર્લિને આ વાતની ચિંતા કરી નહોતી. અત્યારે તે બંને હસી ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *