જાણો ક્યારથી શરૂ થઈ હનીમૂનની પરંપરા, ચોંકાવનારો છે શબ્દનો મતલબ

જાણો ભારતમાં હનીનૂનની શરૂઆત કેવી રીતે થઈ

નવા પરણેલા યુગલો માટે હનીમૂન લગ્ન પછીનો એવો સમયગાળો હોય છે જ્યારે તેઓ સૌથી વધુ સમય સાથે વિતાવે છે. એકબીજાને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પરંપરા શા માટે શરૂ થઈ અને તે ભારતમાં ક્યાંથી આવી? તમારા જીવનસાથી સાથે વિશ્વની શ્રેષ્ઠ જગ્યાએ સમય પસાર કરવો આ દિવસોમાં ખૂબ સામાન્ય બની ગયું છે. વિદેશની જેમ હવે ભારતમાં પણ હનીમૂનની પરંપરા ચાલુ છે. ચાલો તમને જણાવીએ કે આ પરંપરા કેવી રીતે અને ક્યાંથી શરૂ થઈ.

19મી સદીમાં થઈ હતી શરૂઆત : એવું માનવામાં આવે છે કે આ પરંપરા 19મી સદીમાં બ્રિટનમાં શરૂ થઈ હતી. ઓનલાઈન વેડિંગ રજિસ્ટ્રી સાઇટ, હનીફંડના સીઈઓ સારાહ મરાગુલિસના જણાવ્યા અનુસાર, વર્ષ 1800ના અંત સુધી આ પરંપરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જો કે, વર્લ્ડવાઇડ વર્ડ્સ વેબસાઇટ અનુસાર, હનીમૂન શબ્દનો ઉપયોગ સૌપ્રથમ 16મી સદીમાં રિચાર્ડ હુલોટે કર્યો હતો. આજના સમયમાં, તેનો અર્થ એ છે કે નવા દંપતીને લગ્ન માટે રજા મળે છે. આમાં મધનો મતલબ મીઠાશ અને ચંદ્ર એટલે બદલાતો સમય, એક પખવાડિયું અને પ્રેમનું પ્રતીક સાથે પણ છે.

યુરોપિયનોએ ભારત પાસેથી સંસ્કૃતિ શીખી : કેટલાક લોકોના મતે, આ પરંપરા 4000 વર્ષ જૂની બેબીલોનથી આવી છે. તે સમયે, નવા યુગલોને લગ્નના તુરંત બાદ એક ખાસ શરબત પીવા માટે આપવામાં આવ્યું હતું જે મધમાંથી તૈયાર કરવામાં આવતુ હતું. સૌથી રસપ્રદ બાબત એ છે કે યુરોપિયન સોસાયટીએ તે ભારત પાસેથી શીખ્યા. 18મી અને 19મી સદીમાં અંગ્રેજોએ ભારતમાં જોયું કે લગ્ન પછી, એક છોકરો અને છોકરી તેમના સંબંધીઓના ઘરે જઈને મળે છે.

આ દરમિયાન, બંનેનો તેમના સંબંધીઓ સાથે પરિચય કરાવમાં આવે છે. જોકે મુસાફરી તે પરંપરામાં સમાવિષ્ટ નહોતી. મુસાફરી(ટ્રાવેલિંગ)નો કોન્સેપ્ટ ઉમેરીને યુરોપિયન દેશોએ તેને હનીમૂનનું નવુ રૂપ આપી દીધુ. આ રીતે, આજના સમયમાં લોકો લગ્ન બાદ પોતાના પાર્ટનર સાથે ફરવા માટે નીકળે છે.

હવે મિની મૂનનો ટ્રેન્ડ તો બીજી તરફ, વર્ષ 1552માં રિચાર્ડ હુલોટે લખ્યું હતું કે જે યુગલો શરૂઆતમાં ખુશ દેખાય છે, તેઓ ઘણીવાર પાછળથી દુખી થાય છે. આ પરંપરામાં અન્ય એક ચોંકાવનારી હકીકત મુજબ કેટલાક લોકો એવું પણ માને છે કે હનીમૂન શબ્દ નોર્ડિક (ઉત્તર યુરોપ) શબ્દ hjunottsmanathr પરથી આવ્યો હશે.

તેનો અર્થ એ છે કે જ્યારે વર તેની કન્યાનું અપહરણ કરે છે અને ત્યાં સુધી તેને છુપાઈને રાખે છે જ્યાં સુધી છોકરીનો પરિવાર તેની શોધ કરવાનું બંધ ન કરે. બદલાતા સમયની સાથે, હવે મિની મૂનનો ટ્રેન્ડ આવ્યો છે, એટલે કે ખૂબ જ ટૂંકી સફર જેમાં લોકો રજા લીધા વગર ફરવા નીકળે છે. સારાના કહેવા મુજબ, ઘણી વખત કપલ્સ આવો પ્લાન કરે છે અને બાદમાં મોટી ટ્રીપનું પ્લાનિંગ કરે છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *