જાહ્નવી કપૂર થઇ યોગા ક્લાસ બહાર સ્પોટ, ઓલ વ્હાઇટ લુકમાં જોવા મળ્યો સુપર બોલ્ડ અવતાર

7 લેટેસ્ટ PHOTOS જોઈને ફેન્સ થયા બેકાબુ..કહ્યું બસ કરો બસ

બી-ટાઉન હસીનાઓ માટે ‘ફિટ હે તો ફિટ હે’ આ મંત્ર બની ગયો છે. અભિનેત્રી કેટલી પણ બિઝી કેમ ન રહે પરંતુ તે વર્કઆઉટ માટે સમય જરૂર નીકાળી લે છે. આ હસીનાઓને કયારેક જીમ તો કયારેક યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે.બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેના લુક્સ અને સ્ટાઇલને કારણે ઘણી ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તે શનિવારના રોજ બાંદ્રા સ્થિત દિવ્ય યોગ કેંદ્ર બહાર નજર આવી હતી.

આ દરમિયાન જાહ્નવી ઘણા બોલ્ડ લુકમાં જોવા મળી હતી. જાહ્નવીને જોતા જ પેપરાજીઓ તેની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરવા લાગી ગયા હતા. આ દરમિયાન જાહ્નવી તેના હાથથી પોતાને છૂપાવતી જોવા મળી હતી. જાહ્નવીએ આ વખતે વ્હાઇટ લુક પસંદ કર્યો હતો. તે શોર્ટ્સ અને બ્રાલેટ ટોપમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે કોરોનાને ધ્યાને રાખી સેફ્ટી માટે માસ્ક કેરી કર્યુ હતુ.

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર ફિટનેસ લવર છે, આ વાત તો કોઇનાથી છૂપી નથી. જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

આ યંગ અભિનેત્રી તેની બોડીને ફિટ રાખવા માટે ઘણા વર્કઆઉટ કરે છે. જાહ્નવી તેના ટોન્ડ મસલ્સને તે ફ્લોન્ટ કરવામાં પણ કયારેય હિચકિચાહટ અનુભવતી નથી.જાહ્નવી કપૂર તેના લુક્સ અને સ્ટાઇલને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *