જુઓ કોકીલકંઠી કિંજલ દવેની એક નોખી ઝલક, બોલીવુડની અચ્છી અચ્છી અભિનેત્રીઓને પણ મ્હાત આપે એવી પોસ્ટ કરી રીલ

ગુજરાતની અંદર પોતાના આગવા અવાજ અને ગાયિકીથી લોકોને મંત્રમુગ્ધ કરનારી કોકીલકંઠી કિંજલ દવેના ગીતો તો દુનિયાભરમાં ધૂમ મચાવે છે. તેના ચાર ચાર બંગળી વાળા ગીતે તો આખા ગુજરાતને ગાડું કર્યું હતું ત્યારે કિંજલ દવે આજે ગુજરાતના ખૂણે ખૂણે દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુકી છે.

કિંજલ દવે માત્ર તેની ગાયિકીના કારણે જ નથી પ્રસિદ્ધ, તેના આગવા અંદાજ અને તેની જીવન શૈલીના કારણે પણ હંમેશા છવાયેલી રહે છે. સોશિયલ મીડિયામાં પણ કિંજલ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકો સાથે પોતાની  મનમોહક તસવીરો અને વીડિયોને પણ શેર કરતી રહે છે.

હાલમાં જ કિંજલ દવેએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ રીલની અંદર કિંજલ દવેનો અંદાજ જોઈને બોલીવુડની નામચીન અભિનેત્રીઓ પણ ઝાંખી પડતી હોય તેમ દેખાઈ રહ્યું છે. અને એટલે જ ચાહકો પણ આ રિલને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ રીલની અંદર કિંજલ દવે ફ્લાવર પ્રિન્ટ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. સાથે જ તેને પગની અંદર સફેદ સ્નીકર્સ કેરી કર્યા છે અને તેની આંખો ઉપર બ્લેક ચશ્મા પણ જોવા મળી રહ્યા છે. આ રીલની અંદર કિંજલ દવે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

આ રીલની અંદર કિંજલ દવેએ એક ગીત પણ બેકગ્રાઉન્ડમાં મૂક્યું છે, જેનો તાલ કિંજલના મૂવ્સ સાથે પરફેક્ટ સેટ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સાથે જ કિંજલનો મનમોહક અંદાજ પણ ચાહકોને આકર્ષી રહ્યો છે. એટલા માટે જ કિંજલ દવેના ચાહકો પણ તેની આ રીલ ઉપર ભરપૂર પ્રેમ વરસાવવાની સાથે જ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

તો કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશીએ પણ કિંજલ દવે સાથેની એક તસવીર શેર કરી છે, જેમાં બંને હિંચકા ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે, સાથે જ બંનેના ચહેરા ઉપર એક અલગ જ ખુશી પણ છલકતી જોવા મળી રહી છે. સાથે જ પવન જોશીએ ખુબ જ સરસ મજાનું કેપશન પણ લખ્યું છે.

પવન જોશીએ આ પોસ્ટના કેપશનમાં લખ્યું છે કે, “ડાર્લિંગ… તું એ બધું જ છે જેને હું પ્રેમ કરવા માંગતો હતો, તું એ બધી જ રીતે સંપૂર્ણ છે જેની હું રાહ જોતો હતો.” પવન જોશી દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, સાથે જ તેમની જોડી ઉપર પણ ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *