જેલમાંથી જામીન ઉપર છૂટેલા રાજ કુન્દ્રાને બોડીગાર્ડ રવિએ રાજધાનીની ઝડપે દોડીને પ્રોટેક્ટ કર્યા, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

સલમાન ખાનના શેરાને તો બધા ઓળખે છે, પરંતુ આ વીડિયો બાદ ફેમસ થયો શિલ્પા-રાજનો બોડીગાર્ડ – જુઓ

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા ગંદી ફિલ્મો બનાવવાના અને તેને ઓટીટી પ્લેટફોર્મ અને કેટલીક એપ ઉપર પ્રસારિત કરવાના આરોપ હેઠળ છેલ્લા બે મહિનાથી જેલમાં બંધ હતા, જેના બાદ હાલમાં જ 50 હજાર રૂપિયાના જામીન ઉપર રાજ કુન્દ્રાને જામીન આપવામાં આવ્યા છે.

રાજ કુન્દ્રા જયારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમની આસપાસ મીડિયાની મોટી ભીડ પણ જામી ગઈ હતી, આ દરમિયાન રાજ કુન્દ્રાની ઘણી તસવીરો પણ સામે આવી હતી જેમાં તે ખુબ જ ઉદાસ પણ જોવા મળી રહ્યા હતા, સાથે જ રાજની હાલત પણ ખરાબ દેખાઈ રહી હતી, આ બધા વચ્ચે જ બીજી એક વ્યક્તિએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને તે હતો રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીનો બોડીગાર્ડ રવિ.

રાજ કુન્દ્રા જેવા જ તેના જુહુ સ્થિત બંગલા ઉપર બ્લેક મર્સીડીઝમાં પહોંચ્યા તો તેમનો બોડીગાર્ડ રવિ કોઈ હીરોની જેમ તેમની ગાડીની આગળ દોડતો નજ઼ર આવી રહ્યો હતો, રવિ રાજધાનીની સ્પીડે રાજ કુન્દ્રાની ગાડીની આગળ દોડતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. રાજ કુન્દ્રાને પ્રોટેક્ટ કરવામાં રવિ આમ તેમ ભાગતો પણ વાયરલ વીડિયોમાં નજર આવી રહ્યો છે.

પોતાના કામ અને માલિક પ્રત્યેની વફાદારી બતાવતો બોડીગાર્ડ રવિ સોશિયલ મીડિયામાં લોકોની પ્રસંશા મેળવતો જોવા મળી રહ્યો છે.કામ પ્રત્યે તેની લગન જોઈને સોશિયલ મીડિયામાં લોકો તેની પ્રસંશા પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જયારે શિલ્પા શેટ્ટીના પિતાનું નિધન થયું હતું ત્યારે પણ રવિ મોટાભાગના સમયે શિલ્પાની માતા સુનંદા શેટ્ટી સાથે જોવા મળ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર રવિ પાલઘર જિલ્લાના વિરારમાં રહે છે. તે પોતાની ડ્યૂટી પૂરી કરીને ટ્રેનમાં અંધેરીથી વિરાર જતો હોય છે. હાલ સોશિયલ મીડિયામાં તેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને તેના કામની પણ લોકો પ્રસંશા કરતા થાકી નથી રહ્યા, તેના વીડિયોને વિરલ ભાયાણીએ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *