જેસીબી લઈને ધડાધડ આ વ્યક્તિ તોડવા લાગ્યો સામે ઉભેલા ટ્રક, વીડિયો જોઈને લોકોએ કહ્યું, “બોસે પગાર નથી આપ્યો ?”

દરેક કર્મચારી એવું ઇચ્છતા હોય છે કે તેમને તેમના કામના બદલામાં સારો એવો પગાર મળે અને ખાસ ઘણા લાંબા સમયથી કામ કરી રહેલા કર્મચારીઓ દર વર્ષે પગાર વધારો કરવાની  માંગણી પણ કરતા હોય છે. ઘણીવાર પગાર વધારો ના થવાના કારણે લોકો નોકરી પણ બદલી નાખતા હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક કેપશન સાથે એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને જ તમે હેરાન રહી જશો.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ જેસીબી લઈને સામે ઉભી રહેલી બધી જ ટ્રક તોડવા લાગે છે. વીડિયોની અંદર જ જોઈ શકાય છે કે એક મેદાનની અંદર લાઈનમાં ઉભેલી ટ્રક ઉપર જેસીબી મશીનથી હુમલો કરીને તોડી નાખવામાં આવે છે અને લોકો પણ આમતેમ ભાગવા લાગી જાય છે.

ત્યારે આ વીડિયોની શેર કરવાની સાથે યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે, “જયારે તમારા બોસ તમારો પગાર વધારવાની ના પાડી દે” આ કેશન સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને મજેદાર કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે.

વાયરલ વીડિયોને જોઈને એક યુઝર્સ દ્વારા કોમેન્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે આ વીડિયોને  દરેક કંપનીના બોસને મોકલી આપવો જોઈએ. આ વાયરલ વીડિયોને જોઈને લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *