ડિલિવરીના છ મહિના બાદ કરીનાએ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું, પહેરી હતી 50 હજારની ટી-શર્ટ

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન મા બન્યા પછી એકવાર ફરી પહેલાંની જેમ સક્રિય થઈ ગઈ છે. તેમણે લાલસિંહ ચઢ્ઢાના બાકીના શેડ્યૂલનું શૂટિંગ શરૂ કરી દીધું છે. પ્રેગ્નન્સી દરમિયાન પણ તે કામ પર આવતી હતી.

હવે કામથી એક નાનો બ્રેક લીધા પછી કરીનાએ વાપસી કરી છે. હાલમાં જ ફિલ્મના સેટના કેટલાક લેટેસ્ટ ફોટો સામે આવ્યા છે. જેમાં તે લીડ એક્ટર આમિર ખાન સાથે જોવા મળી રહી છે.

આમિર આ દરમિયાન રેડ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કરીના પણ કેઝ્યુઅલ લુકમાં છે. તે આ દરમિયાન એક પ્રેન્ટેડ વ્હાઈટ ટી-શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. બ્લેક જીન્સ સાથે તેમણે બૂટ પણ પહેર્યા છે. કરીનાએ સનગ્લાસ પણ પહેર્યા છે અને ખૂબ જ કુલ પણ લાગી રહી છે.

જ્યારે ફેન્સને ખબર પડી કે, કરીના કપૂર ખાને જે ટી-શર્ટ પહેર્યું છે તેની કિંમત 50 હજાર રૂપિયા છે. તો તેમણે કરીનાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. કોઈનું કહેવું છે કે, તે આટલાં રૂપિયામાં 500 ટી-શર્ટ ખરીદી શકે છે. એક વ્યક્તિએ લખ્યું કે, આ ટી-શર્ટ માટે 200 રૂપિયા કાફી છે. એક બીજા યૂઝરે લખ્યું કે, આ રૂપિયાથી કેટલાક ગરીબનું પેટ ભરી શકાય છે.

ફોટોગ્રાફર દ્વારા આપવામાં આવેલી માહિતી શેર કર્યા પછી કોમેન્ટ સેક્શનમાં ટ્રોલ્સનું પૂર આવી ગયું હતું. બોલિવૂડની સૌથી ફેશનેબલ એક્ટ્રેસમાંથી એક કરીના કપૂર ખાન તેમના એક ટી-શર્ટને લીધે ટ્રોલ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ભલે ગમે તે પ્રસંગ હોય. કરીના કપૂર હંમેશાથી સેન્ટર ઓફ એટ્રેક્શન રહી છે. એક્ટ્રેસનો દરેક અંદાજ નિરાળો હોય છે અને તેમની ફેશન સેન્સના હંમેશા વખાણ થાય છે.

કરીના કપૂર ખાન છેલ્લાં કેટલાક સમયથી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢામાં આમિર ખાન સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ હોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગંપ’નું ઓફિશિયલ રીમેક છે. આ ફિલ્મ રિલીઝ થવાની ફેન્સ રાહ જોઈ હ્યા છે અને આ વર્ષે 2021નાં અંત સુધીમાં રિલીઝ થાય તેવી સંભાવના છે.

તો પર્સનલ લાઇફની વાત કરીએ તો કરીના કપૂર ખાને તેના બીજા દીકરાનું નામ જહાંગીર રાખ્યું છે. તે જહાંગીર, તૈમૂર અને પતિ સૈફ અલી ખાન સાથે ટ્રીપ પર પણ ગઈ હતી. જ્યાં તેમણે ખૂબ જ એન્જોય કર્યું હતું.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *