તો શું જાહન્વી આ છોકરાને કરે છે ડેટ? જન્મદિવસ પર પ્રેમનો કર્યો સ્વીકાર?

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ સાથે જ તે પોતાના જીવન સાથે જોડાયેલી દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે. ઉલ્લેખનીય છે કે, હવે જાહન્વી કપૂરની એક પોસ્ટ ખૂબ જ વાઇરલ થઈ રહી છે. જેમાં તે રુમર્ડ એક્સ બૉયફ્રેન્ડ અક્ષત રાજનને જન્મદિવસની શુભેચ્છા આપતી જોવા મળી હતી. આ અવસરે તેમને એક ફોટો પણ શેર કર્યો છે. આ સાથે જ તેમણે અક્ષત રાજનને આઇ લવ યુ પણ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર જાહન્વી કપૂર રુમર્ડ બોયફ્રેન્ડ અક્ષત રાજનને જન્મદિવસની શુભેચ્છા આપતો એક ફોટો શેર કર્યો છે. જાહન્વી અને અક્ષત વિશે કહેવામાં આવે છે કે, બંને એક સમયે એકબીજાને ડેટ કરતાં હતાં.

અત્યારે જાહન્વીએ અક્ષતનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે તેને ગળે મળતી દેખાઈ રહી છે. આ ઉપરાંત બંનેના પાસે પોઝ આપતાં પણ દેખાઈ રહ્યા છે. તો જાહન્વીએ તેનું માથું અક્ષતના ખભા પર રાખ્યું છે અને અક્ષતે ફોટોમાં સફેદ ટી-શર્ટ, જીન્સ અને ડેનિમનું જેકેટ પહેર્યું છે. તો જાહન્વીએ ઓફ શોલ્ડર આઉટફિટ પહેર્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ ફોટો શેર કરી જાહન્વીએ લખ્યું કે, ‘દુનિયાના સૌથી સારા માણસને જન્મદિવસની શુભેચ્છા અને આઇ લવ યુ.’ આ ઉપરાંત જાહન્વીની બહેન ખુશી કપૂરે પણ અક્ષતને વિશ કરી તેમના ફોટો શેર કર્યા છે. ફોટોમાં ખુશી અને અક્ષતના કેમેરાની આગળ ફની પોઝ આપતાં બંનેને જોઈ શકાય છે અને ફોટો શેર કરીને જાહન્વીએ લખ્યું કે, ‘હેપ્પી બર્થ ડે ટૂ ધ બેસ્ટ’.

અક્ષત રંજન સાથે એક સમયે જાહન્વી કપૂરનું અફેર હોવાની ચર્ચા થતી હતી. જાહન્વી કપૂરના ડેબ્યુ દરમિયાન અક્ષત સાથે તેના કેટલાક ફોટો સામે આવ્યા હતા અને બંનેના અફેરની ચર્ચા તે સમયે ખૂબ જ હતી. જોકે, ક્યારેય પણ બંનેએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. જોકે, જાહન્વીએ અક્ષતને તેના બાળપણનો ફ્રેન્ડ ગણાવ્યો હતો.

તો બીજી તરફ નીતૂ કપૂરે દીકરી રિદ્ધિમાના 41માં જન્મદિવસે પરિવાર સાથે એક ફોટો શેર કર્યો છે. નીતૂએ દીકરી અને જમાઈ અને ભાણિયા સાથેનો એક સુંદર ફોટો શેર કર્યો છે. આ સાથે જ તેમણે રિદ્ધિમાને પોતાની લાઇફલાઇન ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે, નીતૂ કપૂર પોતાની દીકરી રિદ્ધિમાની ખૂબ જ નજીક છે. એક્ટ્રેસ ઘણીવાર દીકરી સાથે ફોટો શેર કરતાં રહે છે. તો રિદ્ધિમા પણ પોતાની માનું ખાસ ધ્યાન રાખે છે અને બંને ઘણીવાર ફેમિલી ફંક્શન અને ઇવેન્ટમાં સાથે જોવા મળે છે.

અંતમાં જાહન્વી કપૂરના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, તેણે ઘણી ફિલ્મોમાં આગામી સમયમાં જોવા મળશે. જાહન્વી છેલ્લે ફિલ્મ ‘રુહી’માં જોવા મળી હતી. તેમની આગામી ફિલ્મ ‘ગુડલક જેરી’માં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, જાહન્વીએ ‘ગુડલક જેરી’નું શૂટિંગ પુરું કર્યાં પછી સેટના ઘણાં ફોટો શેર પણ કર્યા હતાં. અત્યારે આ ફિલ્મનું શૂટિંગ પુરું થઈ ગયું છે. તો જાહન્વી કપૂર જલદી જ કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના 2’માં જોવા મળશે. આ ઉપરાંત જાહન્વી જલદી મલયાલમ હિટ ફિલ્મ ‘હેલેન’ની રિમેકમાં પણ જોવા મળશે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *