દુખાવો દૂર કરવાની ગોળીઓ તમે લઈ રહ્યા છો? તો થઈ જાઓ સાવધાન, જીવ પણ ગુમાવો પડી શકે છે…

ઘણા લોકોને આદત હોય છે કોઈપણ સામાન્ય દુખાવામાં પણ તરત દુખાવો મટાડવા માટેની ગોળી ગળવાની. કહેવાય છે કે દુખાવો તો તમે જ્યાં સુધી સહન કરી શકો એટલો સહન કરવો જોઈએ. દુખાવાની ગોળી તો ત્યારે જ લેવી જોઈએ જયારે એક હદથી વધુ દુખાવો થઇ જાય. દુખવાની ગોળી ખાવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એ બધી ગોળીઓથી બને એટલા દૂર જ રહો.

માથાનો દુખવો હોય કે શરીરનો દુખાવો હોય કોઈપણ દુખાવામાં લોકો દુખાવો બંધ થવાની ગોળી લેતા પહેલા વિચારતા નથી. પણ શું તમે જાણો છો આ ગોળીઓ આપણા જીવ માટે કેટલી જોખમકારક છે. હા તમે સાચું વાંચી રહ્યા છો. જો તમે પણ થોડા થોડા દુખવામાં ગોળીઓ ગળો છો તો આ આર્ટિકલ અંત સુધી વાંચજો અને શેર પણ કરજો.

આ દવા લેવાથી ઘણી આડઅસર પણ થતી હોય છે. જો તમે આને યોગ્ય રીતે નથી લેતા તો એ આડઅસર તમે પણ અનુભવી શકશો.આ દવા લેવાથી શરીરને એકવાર તો  પણ ફરી જયારે દુખાવો થશે અને તમે દવા લેશો તો તમને આની આદત પડી જશે. દવા લેવાની આદત પાડવી એ સારી વાત નથી.
 
ઘણી દવાઓ લેવાથી શ્વાસ સંબંધિત બીમારીને તમારા શરીરમાં આમંત્રણ આપે છે.વધારે પડતી દવા લેવાથી ફેફસાને નુકશાન થાય છે.જો તમને પેટ ફુવલવાની સમસ્યા છે તો તેની પાછળ વધારે પડતી ગોળીઓ ગળવી એ કારણ હોઈ શકે છે.વધારે લાંબા સમય સુધી નિયમિત જો આ દુખવાની દવા લેવામાં આવે તો એના લીધે કિડની ખરાબ થવાની સમસ્યા થઇ સહકે છે.

દુખાવાની દવાઓ લેવાથી લોહી અશુદ્ધ થાય છે અને તેના કારણે હાર્ટ એટેક અને હ્ર્દયને લગતી બીજી તકલીફ થઇ શકે છે.ઘણા લોકો દુખવો સહન કરી શકતા નથી અને તેઓ દુખાવો દૂર કરવાની ગોળી ગળી લેતા હોય છે તો તેવા વ્યક્તિઓને ગેસ, એસીડીટી વગેરે જેવી પેટની સમસ્યા થઇ શકે છે.દુખાવાની દવા જયારે દુખાવો સહન ના થાય ત્યારે જ નાછૂટકે લેવી જોઈએ પણ ખાસ વાતનું ધ્યાન રાખજો કે આ દવા ક્યારેય ભૂખ્યા પેટે લેવી જોઈએ નહિ.

કોઈપણ દવા ડોક્ટરની સલાહ વગર લેવી નહિ આમ કરવાથી મુશ્કેલી વધી શકે છે અને પછી ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થશે.હવે ખાસ વાત ગર્ભવતી મહિલાઓએ ક્યારેય દુખવાની દવા લેવી જોઈએ નહિ. ગર્ભમાં રહેલ બાળક પર તેની અસર થઇ શકે છે. વધારે દુખાવાની ગોળી લેવાથી લોહી પાતળું થઇ જવાની સમસ્યા થતી હોય છે અને તમને દુખાવાની ગોળી લેવાની આદત પણ પડી જશે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *