પતિ રાજ કુન્દ્રાને જામીન મળવા ઉપર ભાવુક થઇ ગઈ પત્ની શિલ્પા શેટ્ટી, જુઓ શું શું કહ્યું

દર્દ એ બયા: રાજ કુન્દ્રાને જામીન મળ્યા બાદ શિલ્પા શેટ્ટીએ કરી ભાવુક પોસ્ટ, લખ્યું, ખરાબ તોફાન બાદ

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા  છેલ્લા કેટલાય દિવસથી જેલની અંદર હતા, તેમના ઉપર ગંદી ફિલ્મો બનાવવાનો અને તેને ઓટીટી પ્લેટફોર્મ ઉપર પ્રસારિત કરવાનો આરોપ લાગ્યો હતો, ત્યારે હવે રાજ કુન્દ્રાની જામીન અરજી મંજુર કરી દેવામાં આવી છે. રાજ કુન્દ્રા છેલ્લા બે મહિનાથી જેલમાં બંધ હતો. તેની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

રાજ કુન્દ્રાને જામીન મળ્યા બાદ તેની પત્ની શિલ્પાએ શેટ્ટી ખુબ જ ભાવુક બની છે અને તેને ઇન્સ્ટાગ્રામ ઉપર એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે. શિલ્પા શેટ્ટીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર એક તસવીર શેર કરી છે, સાથે જ તેમાં એક સંદેશ પણ લખ્યો છે. શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાને જામીન મળવા ભાવુક બની હતી.

શિલ્પાએ ઇન્સ્ટા સ્ટોરી ઉપર એક ઇન્દ્રધનુષની તસ્વીર શેર કરી છે અને કેપશનમાં રાઇટરને કોટ કરતા લખ્યું છે, “ઇન્દ્રધનુષનું અસ્તિત્વ એ બતાવવા માટે છે કે એક ખરાબ તોફાન બાદ પણ સુંદર વસ્તુઓ થઇ શકે છે.”  શિલ્પાનું આ કોટ તેની પરિસ્થિતિનો ચિતાર આપે છે. આજનો દિવસ શિલ્પા માટે ખરેખર ખુબ જ ખાસ છે.

સોશિયલ મીડિયામાં લોકો હવે શિલ્પાની આ પોસ્ટને રાજ કુન્દ્રાના જામીન સાથે જોડી રહ્યા છે. રાજ કુન્દ્રાને 50000 રૂપિયા ઉપર જામીન મળી છે. શિલ્પા શેટ્ટી છેલ્લા કેટલાય સમયથી ઇન્સ્ટા સ્ટોરી ઉપર પોતાના વિચાર શેર કરતી રહે છે. ત્યારે હાલ પતિ રાજ કુન્દ્રાના ઘરે પરત ફરવા ઉપર પણ તેને પોતાનો વિચાર રજૂ કર્યો છે.

શિલ્પા માટે બીજી એક રીતે પણ તેમનો આજનો દિવસ ખાસ છે, આજે તેના પતિ રાજ કુન્દ્રા સાથે તેની બહેન શમિતા શેટ્ટી પણ બિગ બોગબોસ પૂર્ણ કરી અને તેના ઘરે પરત ફરી રહી છે. જેના કારણે શિલ્પા ભાવુક પણ છે અને ખુબ જ ખુશ પણ છે. હાલમાં જ શિલ્પા શેટ્ટી માતા વૈષ્ણોદેવીની મંદિર પણ ગઈ હતી. જેની ઘણી તસવીરો પણ સામે આવી હતી.

શિલ્પા જે દિવસે વૈષ્ણોદેવી મંદિરમાં આશીર્વાદ લેવા માટે ગઈ હતી તે જ દિવસે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોર્ટની સામે રાજ કુન્દ્રા અને તેના સહયોગી રાયન થોર્પ વિરુદ્ધ 1500 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરી હતી. શિલ્પાની આ યાત્રાને પણ રાજની જામીન સાથે જોડવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા ઉપર પણ તેને ટ્રોલ કરવામાં આવી હતી.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *