પોલીસ અધિકારી અને સુપર મોડેલ છે આ દીકરી, તસવીરો જોઈ વિશ્વાસ નહીં કરો

સિક્કિમની દીકરી ઇક્ષા હેંગ સુબ્બા ઉર્ફે ઈક્ષા કેરુંગ તે વાતનું ઉદાહરણ છે કે જે મહિલાઓ માટે કંઈ પણ મુશ્કેલ નથી. જી હાં, તે એક પોલીસ અધિકારી હોવાની સાથે સાથે નેશનલ લેવલ બોક્સર, બાઇક રાઇડર અને સુપર મોડેલ પણ છે. હાલમાં જ તેમણે ટીવી રિઆલિટી શો ‘એમટીવી સુપર મોડેલ ઓફ ધ યર સીઝન 2’ના ટોપ-9 કન્ટેસ્ટન્ટમાં સ્થાન મેળવ્યું હતું. હવે જોવાનું છે કે, આ સીઝનને જીતીને તે ‘સુપર મોડેલ ઓફ ધ યર’નો એવોર્ડ પોતાના નામે કરી શકે છે કે નહીં.

વર્ષ 2019માં બની સિક્કિમ પોલીસનો ભાગ
ઈક્ષા વર્ષ 2019માં સિક્કિમ પોલીસમાં ભરતી થઈ હતી. જોકે, તેમને હંમેશા મોડેલિંગનો શોખ હતો. આ શોખથી તે ‘એમટીવી સુપર મોડેલ’ના મંચ સુધી પહોંચી હતી.

જ્યારે મલાઇકાએ આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
ઉલ્લેખનીય છે કે, જ્યારે તેમણે શોમાં પોતાનો પરિચય આપ્યો તો તેમણે શોના પેનલિસ્ટમાંથી એક મલાઇકા અરોરાએ ઈક્ષાને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આવી મહિલાઓને સેલ્યૂટ કરવાની જરૂર છે.

19 વર્ષની ઉંમરમાં પોલીસમાં ભરતી થઈ હતી.
ઈક્ષા માત્ર 19 વર્ષની હતી ત્યારે તેમનું પોલીસ સિક્કિમ પોલીસમાં થયું હતું. તે વર્તમાનમાં એક પોલીસ અધિકારી તરીકે કાર્ય છે. જેમને પોતાની જોબ પ્રત્યે પ્રેમ છે.

આ છે ઈક્ષાનું સપનું
આ પહેલાં તે એક નેશનલ લેવલ બોક્સર રહી ચૂકી છે. જેને બાઇક ચાલાવવાનું ખૂબ જ પસંદ છે. ઇક્ષાનું સપનું છે કે એક સુપર મોડેલ બનવાનું અને દુનિયાને બતાવવું છે કે એવું કંઈ જ નથી જે મહિલાઓ કરી શકતી નથી.

મહિલાઓ માટે છે એક પ્રેરણા
સાચે જ તે મહિલાઓ માટે એક પ્રેરણા છે. જે પોતાના કમ્ફર્ટ ઝોનથી નીકળીને અલગ અલગ વિસ્તારમાં પોતાનું નસીબ અજમાવે છે.

ઈક્ષા કેરુંગને ઇન્સ્ટાગ્રામ પર 15 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તેમણે અહીં પોતાના લખ્યું છે કે, તે એક પોલીસકર્મી, સુપર મોડેલ, બોક્સર, બાઇક રાઇડર અને હાઇકર છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *