બોરવેલમાં ફસાતા ઘણા બાળકોને તમે જોયા હશે, જુઓ બરણીમાં ફસાઈ ગયું બાળક, હાલત જોઈને આંખોમાં પાણી આવી જશે

નાના બાળકોની કાળજી ખુબ જ રાખવી પડે છે. તે કોઈપણ વસ્તુને મોઢામાં મૂકી દે છે તો ઘણીવાર તે એવી એવી હરકતો પણ કરી નાખતા હોય છે જેના કારણે તેમના જીવ ઉપર પણ જોખમ આવી જતું હોય છે. ઘણા બાળકોને આપણે બોરવેલની અંદર પડી જતા જોયા હશે, જેને ઘણીવાર બચાવી લેવામાં આવે છે તો ઘણીવાર તેમના જીવ પણ ચાલ્યા જતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બાળક દૂધની બરણીમાં ફસાઈ ગયેલું જોવા મળી રહ્યું છે. આ બાળકની હાલત જોઈને કોઈની આંખોમાં પણ પાણી આવી જશે. વાયરલ વીડિયોને જોઈને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે અને બાળક હેમખેમ રહેવાની પ્રાર્થના પણ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક બાળક બરણીની અંદર ફસાઈ ગયું છે, જેને બહાર કાઢવાના ઘણા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. આ બાળક એવી રીતે ફસાઈ ગયું છે કે બરણી કાપવા સિવાય કોઈ રસ્તો બાકી નથી રહેતો જેના કારણે કેટલાક લોકો બરણીને કાપવાનો પણ પ્રયત્ન કરતા જોવા મળે છે.

પરંતુ બરણી કાપવામાં એક મુશ્કેલી એ છે કે ડ્રિલ મશીનની બ્લેડ બાળકને ના અડકી જાય જેના માટે બરણીમાં જ્યાં બાળક ફસાયું છે તેની પાછળ પુંઠા અને પાટિયા મુકવામાં આવ્યા છે જેના બાદ ડ્રીલ મશીનથી બરણી કાપવામાં આવે છે અને બાળકને બહાર કાઢવામાં આવે છે. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશે કોઈ પુષ્ટિ થઇ નથી, પરંતુ આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *