બોલિવુડની દિલબર ગર્લનો ક્રોપ ટોપમાં જોવા મળ્યો બોલ્ડ અને ગોર્જિયસ અવતાર, જુઓ તસવીરો

નોરાનું ફિગર જોનારા જોતા જ રહી ગયા, 7 PHOTOS જોતા જ ફેન્સ ઉતેજીત થઇ ગયા

બોલિવુડની દિલબર ગર્લ નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે. નોરાને હાલમાં જ પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી અને તેની આ દરમિયાનની તસવીરોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. નોરા તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે.

નોરા જયારે ક્રોપ ટોપ પહેરી નીકળી તો તેની તસવીરો ક્લિક કરવા માટે ફોટોગ્રાફર્સની લાઇનો લાગી ગઇ. નોરા હંમેશાથી પેપરાજી સાથે ઘણી ડીસેંટ રીતે મળે છે અને આ વખતે પણ તેણે રોકાઇને પેપરાજીને તસવીરો ક્લિક કરવા દીધી. જો કે, આ વખતે તેનો મૂડ ઓફ જોવા મળ્યો હતો. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીથી લઇને ઘણા લોકોએ તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પર નોરાની તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે.

નોરાએ ક્રોપ ટોપ સાથે વ્હાઇટ પેંટ પહેર્યુ હતુ અને વાળને હાફ પોનીમાં બાંધ્યા હતા. આ દરમિયાન તેનો મૂડ થોડો ઓફ લાગી રહ્યો હતો. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે. હાલમાં જ રીલિઝ થયેલ ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા.

પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે. નોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની 31 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે.

નોરા ફતેહી સ્ટાઇલ દિવા છે આ વાતમાં કોઇ શક નથી. તે જયારે પણ ઘરેથી નીકળે છે તો કમાલ કરી દે છે. હાલમાં કંઇક આવું જ થયુ. નોરા ફતેહી ઘરેથી નીકળી તો લોકોની આંખો તો તેના પર જ અટકી ગઇ. નોરાને અવાર નવાર બહાર સ્પોટ કરવામાં આવે છે અને દરમિયાન પણ તે ઘણી ચર્ચામાં રહેતી હોય છે. તે કોઇ પણ આઉટફિટ ઘણી કોન્ફિટેન્ટલી કેરી કરે છે. નોરા આઉટફિટમાં સુપર હોટ ફિગર પણ ફ્લોન્ટ કરે છે.

તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે. થોડા સમય પહેલા જ નોરાની “ભૂજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા” ફિલ્મ રીલીઝ થઇ છે, જેમાં તેના અભિનયની ઘણી સરાહના થઇ છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *