ભારતીય ચાહકે બનાવ્યું પોતાના પગ ઉપર મિયાં ખલીફાનું ટેટુ તો ગુસ્સામાં લાલ પીળી થઇ ગઈ મિયાં ? જુઓ વીડિયો

ગંદી ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી મિયાં ખલિફા હંમેશા કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે, જો કે મિયાંનું ફેન ફોલોઇંગ તો દુનિયાભરમાં ફેલાયેલું છે. ત્યારે હાલમાં તે તેના એક ભારતીય ચાહક ઉપર નારાજ થયેલી જોવા મળી રહી છે. તેની નારાજગી પાછળનું કારણ પણ ખુબ જ દીલચપ્સ છે.

મિયાંના એક ભારતીય ચાહકે તેના પગ ઉપર મિયાંના ચહેરાનું એક ટેટુ બનાવ્યું છે. દિલ્હીના એક ટેટુ આર્ટિસ્ટ દ્વારા જ ઇન્સ્ટાગ્રામ ઉપર મિયાં ખલીફા પ્રત્યે લૉયલ્ટી બતાવવા માટે તેના પગની અંદર મિયાના ચહેરાનું ટેટુ બનાવવાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક ટેબલેટમાં મિયાં ખલીફાની ઓરિજિનલ તસવીર જોવા મળી રહી છે. અને પછી ટેટુ બની ગયા બાદ ફીણને લૂછતાં બતાવવામાં આવ્યું છે, જેમાં મિયાનો ચહેરો સ્પષ્ટ દેખાઈ આવે છે. ચશ્મા વાળા લુક માટે પ્રખ્યાત મિયાં ખલીફાની તસ્વીર પણ ટેટુ હૂબહૂ નજર આવી રહી છે. મિયાં ખલીફાએ ગયા વર્ષે જ તેના ચશ્માને નીલાં કરી દીધા હતા. તેના ચશ્મા લગભગ 73 લાખ રૂપિયાની બોલીમાં વેચાય હતા, જેને તેને એક ચેરિટીમાં દાન કરી દીધા હતા.

એક તરફ જ્યાં ઘણા લોકો આ ટેટુની પ્રસંશા કરી રહ્યા છે તો બીજી તરફ મિયાંએ આ વીડિયોને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર શેર કર્યો છે અને તેને ભયાનક પણ જણાવ્યો છે. વીડિયોને શેર કરતા મિયાંએ લખ્યું છે કે, “આ ખુબ જ ભયાનક છે.” જો કે ટેટુ આર્ટિસ્ટ દ્વારા મિયાની નકારાત્મકતા ઉપર ધ્યાન નથી આપવાંમાં આવ્યું અને 4 મિલિયન વ્યૂઝ માટે આભાર માન્યો છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *