મહિલાએ રૂમમાં જઈને કપડા ઉતારીને જોયું તો, બ્રા માંથી નીકળી ગરોળી અને પછી તો…

સોસિયલ મીડિયા પર કેટલીકવાર અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે કે, જેને જાણીને કેટલાક લોકોને આશ્વર્ય થતું હોય છે ત્યારે હાલમાં પણ આવી અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. વેકેશનની રજાઓ માણ્યા પછી જ્યારે એક બ્રિટિશ મહિલા તેના ઘરે પહોંચી ત્યારે તેની સાથે એક બિન આમંત્રિત મહેમાન પણ હતું.

આપને જણાવી દઈએ કે, એક ગરોળી મહિલાની બ્રામાં છુપાઈ ગઈ હતી તેમજ તેની સાથે કુલ 6,437 કિમીની મુસાફરી કરીને દક્ષિણ યોર્કશાયર પહોંચી ગઈ હતી. જ્યારે પરત ફરતી વખતે મહિલાએ પોતાની સુટકેસને અનપેક કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે એક ગરોળી જોઈ ત્યારે મહિલાએ આ બિન આમંત્રિત મહેમાનનું નામ બાર્બી રાખ્યું હતું.

Russell થી વધુ ડરી ગઈ હતી Lizard:
47 વર્ષીય આ મહિલાએ જ્યારે સુટકેસ ખોલતી વખતે પોતાની બ્રા કાઢી ત્યારે કંઈક અજુગતું લાગ્યું હતું. ત્યારબાદ તેણે અન્ડરગાર્મેન્ટને જોરથી ઝાટક્યા બાદ ગરોળી બેડ પર પડી ગઈ હતી. પહેલા રસેલ ડરી ગઇ હોવાથી ચીસો પાડવા લાગી હતી પણ પછી તેણે જોયું કે, ગરોળી તેના કરતા વધુ ડરી ગઈ હતી.

આ મહિલા રજા માણ્યા પછી પરત ફરી રહી હતી તેમજ ત્યાંથી તેની સાથે એક બિન આમંત્રિત મહેમાન આવ્યું હતું. આ મહિલા જણાવે છે કે, ગરોળી નસીબદાર હતી કે, મેં બ્રાને સૂટકેસમાં સૌથી ઉપર રાખી હતી. મેં તેનું નામ બાર્બી રાખ્યું છે તેમજ તેને પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાને સોંપી દીધી છે.

RSPCA ની દેખરેખ હેઠળ ગરોળી:
અન્ય દેશમાંથી આવેલ આ ગરોળી હાલમાં RSPCA ની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. RSPCA નિરીક્ષક જણાવે છે કે, યુકેમાં ગરોળી છોડવી ગેરકાયદેસર હશે. કારણ કે, તે Non-Native Species છે. તેમણે જણાવ્યું હતું કે, ગરોળી અહીંના હવામાનમાં ટકી શકશે નહીં. હાલમાં, નિષ્ણાત સરિસૃપ કીપર તેની સંભાળ લઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *