માત્ર 12 લાખ રૂપિયામાં ઈકોફ્રેન્ડલી ફાર્મ હાઉસ બનાવ્યું જે લાગે છે એકદમ હટકે

શહેરની ફાસ્ટ જિંદગીમાં ઘણીવાર લોકો પ્રકૃતિ વચ્ચે સમય પસાર કરવા માંગે છે. એટલા માટે ઘણાં લોકો ટ્રાવેલિંગ કરવા જાય છે તો કેટલાક લોકો પોતાના માટે એક જગ્યા બનાવી નાખે છે. જ્યાં તેમના સમય મુજબ તે સમય પસાર કરી શકે છે. આવું જ એક કામ કેરળના શાનવાસ ખાને કર્યું છે. તેમણે પોતાના પરિવાર માટે એક ઇકોફ્રેન્ડલી ફાર્મ હાઉસ બનાવ્યું છે. જ્યાં તે રજા માણી શકે છે.

આ ફાર્મ હાઉસ ત્રિશૂરના પાલક્કડ વિસ્તારમાં છે. શાનવાસે જણાવ્યું કે પાલક્કડના કૈલિયાડમાં તેમનું ખેતર છે. જેની સારસંભાળ સ્થાનિક ખેડૂતો કરે છે. પણ વચ્ચે વચ્ચે તે અને તેમનો પરિવાર પોતાના ખેતરમાં જતાં રહે છે. તેમણે જણાવ્યું કે, ‘બે વર્ષ પહેલાં અમે નક્કી કર્યું કે, ખેતરમાં એક ફાર્મ હાઉસ હોવું જોઈએ. જેથી બાળકો અહીં પ્રકૃતિ વચ્ચે સારો સમ પસાર કરી શકે. સાથે જ તે લોકો અમારા ખેતરની સારસંભાળ પણ રાખી શકે છે. તેમના માટે પણ રહેવાનું સારું ઠેકાણું થઈ જાય અને તે લોકો અહીં રહીને આરામથી ખેતીની સારસંભાળ રાખી શકે.’

તેમણે જણાવ્યું કે, તે બજેટ ઇકોફ્રેન્ડલી હોવાની સાથે સાથે એવું ફાર્મ હાઉસ બનાવવા માંગતા હતા જે પ્રકૃતિની નજીક હોય. પાલક્કડ ખૂબ જ ગરમ વિસ્તાર છે. એટલે તેમનો પ્રયત્ન હંમેશા એલપં ઘર બનાવવાનો હતો. જે આ વિસ્તારમાં રહેવા માટે આરામદાયક અને પ્રાકૃતિક રૂચે ઠંડું હોય. તેમનું ફાર્મ હાઉસ બનાવવાનું કામ સસ્ટેનેબલ અર્થ હેબીટસ કંપનીને આપ્યું હતું.

જમીનમાંથી કાઢેલી માટીનો ઉપયોગ કર્યો હતો
શાનવાસે કહ્યું કે, આ ફાર્મ હાઉસમાં તે ખુદને હંમેશા પ્રકૃતિની નજીક હોય તેવો અનુભવ કરે છે કે, કેમ કે ઘરની અંદર માટીની તાજગી છે અને બહાર હરિયાળી જ હરિયાળી જ છે.

તેમણે જણાવ્યું કે, તેમનું ફાર્મ હાઉસ 710 વર્ગ ફૂટ જગ્યામાં બનેલું છે. આ ફાર્મ હાઉસમાં બે ફ્લોર છે. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો ફ્લોર. આ બંને ફ્લોરને એ રીતે બનાવવામાં આવ્યા છે કે, બંનેનો અલગ-અલગ ઘર તરીકે ઉપયોગ કરી શકાય છે. પહેલાં ફ્લોર પર જવાનો રસ્તો બહારથી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર એક સિટઆઉટ, લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન અને કોમન બાથરૂમ છે. તો પહેલાં ફ્લોર પર એક લિવિંગ રૂમ, એક બેડરૂમ, અટેચ બાથરૂમ, પેન્ટ્રી અને બાલકની છે.

શાનવાસે જણાવ્યું કે, અમે ઇચ્છતા હતાં કે, ફાર્મ હાઉસના નિર્માણમાં વધુમાં વધુ પર્યાવરણનો અનુકૂળ રો મટિરિયલનો ઉપયોગ થઈ શકે છે. સાથે જ અમે તેને સસ્તું પણ રાખવા માંગતાં હતાં. જોકે, નિર્માણ માટે બજેટમાં જ પૂરું થઈ જાય. એટલે ઘરના નિર્માણ માટે આસપાસના વિસ્તારમાંથી જ રો મટિરિયલ લેવામાં આવ્યું હતું. નિર્માણ માટે માટી, ચૂનો, લેટેરાઇટ પત્થર, સીએસઈબી બ્લોક, મેંગલોર ટાઇલ્સ અને ખૂબ જ ઓછી સિમેન્ટનો ઉપયોગ થયો છે.’

ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવેલાં બેડરૂમ અને લિવિંગ રૂમની બહારની દીવાલ માટે રેમેડ અર્થ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નિકમાં પ્રાકૃતિક સામગ્રી જેવી માટી, રેતી અને કપચી જેવી વસ્તુનો ઉપયોગ કરીને દીવાલ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ ટેક્નિકનો ઉપયોગ ઘરની તે દીવાલો બનાવવા માટે થયો છે જેના પર તડકો સૌથી વધુ રહે છે. કેમ કે, આ ટેક્નિકથી બનેલી દીવાલ સૂર્યની ગરમીને ઘરની અંદર આવવા દેતી નથી. આ કામ માટે તેમણે ઘરની જમીનમાંથી નીકળેલી માટીનો ઉપયોગ કર્યો છે.

શાનવાસે જણાવ્યું કે, ગ્રાઉન્ડ ફ્લોર પર બાકીની દીવાલ લેટરાઇટ પથ્થરથી બનાવવામાં આવી છે. ચણતર માટે સિમેન્ટની જગ્યાએ માટી, ચૂના જેવી પ્રાકૃતિક વસ્તુ મિક્સ કરવા માટે મોર્ટાર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘરની અંદર તરફથી આ દીવાલો પર સુર્ખી અને ચૂનાનું પ્લાસ્તર કરવામાં આવ્યું છે. જ્યારે બહારની બાજુ પ્લાસ્ટર માટે માટીનો પ્રયોગ થયો છે. જોકે, રસોઈ અને બાથરૂમમાં તેમણે સિમેન્ટનું પ્લાસ્ટર કર્યું છે. કેમ કે, આ જગ્યા નરમ રહે છે. સુર્ખી બનાવવા માટે ભઠ્ઠીમાં સિંકી માટી અને ઇંટોનો ભૂક્કો કરી મિક્સ કર્યું હતું.

તેમણે કહ્યું કે, ‘ગ્રાઉન્ટ ફ્લોર પછી જો પહેલાં ફ્લોરની વાત કરીએ તો તેના માટે અમારી સાઇટ પરથી જ મળેલી માટીમાંથી CSEB બ્લોક બનાવ્યા છે. આ બ્લોકથી જ પહેલાં ફ્લોરની દીવાલો બનાવવામાં આવી છે અને ચણતર માટેની માટી અને ઓછી સિમેન્ટનું મિશ્રણ કરીને મોર્ટાર બનાવવામાં આવ્યું છે. દીવાલો પછી માટીના ગારાને પેઇન્ટ કરવામાં આવ્યું છે. આ ફાર્મ હાઉસની દરેક દીવાલોમાં વધુમાં વધુ પ્રાકૃતિક માટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે.

તેમણે આ ફાર્મ હાઉસમાં કોઈ એસી અથવા કૂલર લગાવ્યું નથી. પણ છતાં ઘરની અંદર ખૂબ જ ઠંકડ કરે છે. શાનવાસના દીકરા અબ્દુલે કહ્યું કે, ‘ઘણીવાર હું અને મારો ભાઈ પોતાના ફ્રેન્ડ સાથે ફાર્મ હાઉસ પર વેકેશનમાં આવીએ છીએ. અમારું ફાર્મ હાઉસ ખેતરો વચ્ચે છે અને અહીં ગરમીમાં પણ એસીની જરૂર પડતી નથી. આ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે, ઘરની અંદર હંમેશા પ્રાકૃતિક હવા મળતી રહે છે. ઘરની દરેક બારી મોટી છે અને તે એવી રીતે બનાવવામાં આવી છે કે, ઘર વાતાનુકૂલિત રહે. બારી બનાવવા માટે સ્ટીલ અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’

આ ઘરના આર્કિટેક્ટ, મોહમ્મદે જણાવ્યું કે, ગરમ વિસ્તારમાં આ ઘરના ઠંડા ઇન્ટેરિયરને લીધે પ્રાકૃતિક સામગ્રથી બનેલી દીવાલોની સાથે સાથે ઘરની છત પણ છે. ગ્રાઉન્ડ ફ્લોરની છતની વાત કરીએ તો તેમણે ફિલર સ્લેબ ટેક્નિકનો ઉપયોગ કર્યે છે. આ ટેક્નિકમાં ફિલર માટે જૂની મેંગલોર ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નીકનો ઉપયોગ કરવાથી છત બનાવવા માટે સિમેન્ટ અને સ્ટીલની જરૂરિયાત લગભગ 25% ઓછી થઈ જાય છે. સાથે જ આ ટેક્નિકથી બનેલી છત ઘરની અંદરના તાપમાનને પણ સંતુલિત રાખે છે.

તેમણે જણાવ્યું કે, પહેલાં ફ્લોરની છત ટ્રસ રુફ છે અને તેના માટે જૂની મેંગલોર ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે. ટ્રસ રુફની નીચે સિલિંગ માટે સિમેન્ટ ફાઇબર વોર્ડનો ઉપયોગ કર્યો છે અને ફ્લોર માટે કોટા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પહેલાં ફ્લોર પર જાળી વર્ક પણ કર્યું છે. જેથી ઘરની અંદર હવાની અવરજવર રહે છે. એટલા માટે ટેરાકોટાથી બનેલી જાળીનો ઉપયોગ કરાયો છે. ઘરના નિર્માણમાં લાકડાના કામ માટે મોટાભાગે જૂના લાકડાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

મોહમ્મદે કહ્યું કે, આ ઇકો ફ્રેન્ડલી ફાર્મ હાઉસના નિર્માણ માટેની કિંમત માત્ર 12 લાખ રૂપિયા જ છે. બજેટ ઓછું રાખવાનું મુખ્ય કારણ વધુમાં વધુ ઉપલબ્ધ સાધન, જેવા કે, જમીનમાંથી નીકળેલી માટી અને ઇકોફ્રેન્ડલી અને સસ્તા રો મટિરિયલ (લેટરાઇટ પથ્થર, કોટા પથ્થર, જૂની મેંગલોર ટાઇલ્સ)નો ઉપયોગ કરાયો છે.

શાનવાસે કહ્યું કે, કોઈ પણ ને ફાર્મ હાઉસ જોઈને વિશ્વાસ થતો નથી કે, તે માત્ર 12 લાખ રૂપિયામાં જ બન્યું છે. આ જોવામાં જેટલું સુંદર છે એટલું રહેવા માટે પણ સારું છે. હવે તેમનો પરિવાર વેકેશનમાં અને વિકેન્ડમાં અહીં રહેવા માટે ફાર્મ હાઉસ આવે છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *