માધુરી દીક્ષિત અને રવિના ટંડને એકસાથે કાર્યો ધમાકેદાર ડાન્સ, તમે પણ જોઈને “આફરીન” કહી ઊઠશો


ટીવી રિયાલિટી ડાન્સ શો ડાન્સ દીવાને-૩ નાં હાલના જ એપિસોડમાં અમુક ધમાકેદાર થયું હતું, જ્યારે શોની જજ માધુરી દીક્ષિત ની સાથે બોલિવુડની મશહુર અભિનેત્રી રવીના ટંડને મળીને જબરજસ્ત ડાન્સ કર્યો હતો. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં જ આ શો પર રવીના ટંડન ગેસ્ટ નાં રૂપમાં પહોંચી હતી. આ દરમિયાન દર્શકોને ત્યારે ખુબ જ મજા આવી ગઈ હતી, જ્યારે રવીનાએ માધુરી અને માધુરી રવિના નાં ગીત ઉપર ડાન્સ કર્યો હતો.

જી હા, આ સમય બંને એક્ટ્રેસના ફેન્સ માટે ખુબ જ યાદગાર બની ગયો હતો. જણાવી દઈએ કે સૌથી પહેલા માધુરી દીક્ષિત રવિના ટંડનનાં મશહુર ગીત “ટીપ ટીપ બરસા પાની” પર ડાન્સ કર્યો. ત્યારબાદ રવીનાએ માધુરીના ગીત “ધક ધક કરને લગા” ગીત ઉપર ઠુમકા લગાવ્યા હતા. ત્યાર બાદ બન્નેએ સાથે મળીને “અખીયો સે ગોલી મારે” ગીત ઉપર ડાન્સ કર્યો હતો. હવે બંને નો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને યુઝર્સ સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *