યંગ દેખાવા માટે અનીલ કપૂર એવી વસ્તુનું સેવન કરે છે કે, જાણીને તમે પણ કહેશો ‘ના હોય!’

બોલીવુડ ફિલ્મજગતમાં અનિલ કપૂર દિગ્ગજ અભિનેતાઓ પૈકીનાં એક છે. એમને જોઈને એવું લાગે કે, તેમની ઉંમર સમયની સાથે વધવાને બદલે ઘટતી જઈ રહી છે. અનિલ કપૂરની યુવાની અંગેની ચર્ચા ઘણા વર્ષોથી ચાલી રહી છે ત્યારે ચાહકો અનિલ કપૂરની યુવાનીનું રહસ્ય જાણવા માંગે છે તો કેટલાક લોકો છે જે અનિલના નામે કંઈ પણ કહેવા માંગે છે.

હાલમાં જ અનિલ કપૂરે અરબાઝ ખાનના ટોક શો પિંચમાં ભાગ લીધો હતો કે, જેમાં અભિનેતાએ તેમના જીવન સાથે સંકળાયેલ કેટલાક રમૂજી પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. અનિલ કપૂરે એવા કેટલાક લોકોને ઉત્તર પણ આપ્યો હતો કે, જે જણાવે છે કે, યુવાન દેખાવા માટે તેઓ હંમેશા પ્લાસ્ટિક સર્જનની સાથે રહે છે તેમજ સાપનું લોહી પીવે છે.

આ શોના એક સેગમેન્ટમાં અરબાઝે અનિલ કપૂરને ઘણા લોકોનો રેકોર્ડ કરેલ વીડિયો બતાવ્યો હતો કે, જેમાં લોકો અનિલના લુક અંગે અલગ અલગ વાતો જણાવી રહ્યા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ જણાવે છે કે, તેને બ્રહ્માજીનું વરદાન મળ્યું છે તો બીજા કેટલાક લોકો કહે છે કે, મને એવું લાગે છે કે, તે તેના પ્લાસ્ટિક સર્જનની સાથે રહે છે.

અન્ય વ્યક્તિ જણાવે છે કે, મને એવું લાગે છે કે, તેઓ સાપનું લોહી પીવે છે કે, જેથી તે યુવાન દેખાય છે. અરબાઝ ખાનની આ વાતો સાંભળ્યા પછી અનિલ કપૂરે પૂછ્યું હતું કે, શુ આ પ્રશ્ન ખરેખર આવ્યા છે કે તમે લોકોએ પૈસા આપીને આ બધું કહેવાનું કહ્યું છે ?

અનિલ કપૂર આગળ જણાવે છે કે, જે કોઈપણ વ્યક્તિએ એવી વાત કરી છે કે, જેનું કોઈ જ તથ્ય નથી. ઉપરવાળાએ મને જીવનમાં વ્યક્તિગત રીતે, વ્યવસાયિક રીતે, આર્થિક રીતે એટલું બધું આપ્યું છે કે, જે તમને કેવી જુઓ છો તેના પર નિર્ભર કરે છે. તમામ લોકો ઉતાર -ચઢાવમાંથી પસાર થતા હોય છે પરંતુ હું ખુબ ભાગ્યશાળી છું.

આ દરમિયાન અનિલ કપૂર જણાવે છે કે, આ શોમાં તે મુંડન કરાવ્યા પછી આવ્યો છે તેમજ આટલું ટ્રાન્સપ્લાન્ટ ચાલી રહ્યું છે, જેથી તેણે લોકોને આવવા અને જે જોઈએ તે લેવા જણાવ્યું છે. અનિલના આ શબ્દો સાંભળીને અરબાઝ હસી પડ્યો હતો. હાલમાં અનિલ કપૂરને તેમના વાળને લઈને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *