રાજ સાથે પોતાના અફેરને લઈ લાલઘુમ થઇ બબીતા, સોસિયલ મીડિયા પર કર્યો મોટો ઘટસ્ફોટ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ (Taarak mehta ka ooltah chashmah) માં બબીતાજીનું પાત્ર નિભાવનાર એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta) છેલ્લા થોડા દિવસથી સોસિયલ મીડિયા (Social Media) પર ખુબ ચર્ચામાં આવી રહી છે ત્યારે હાલમાં, મુનમુન દત્તા તથા આ શોમાં ટપ્પુંનું પાત્ર ભજવનાર રાજ અનાડકટ (Raj anadkat) ની ડેટિંગને લઈને ખુબ ચર્ચા ચાલી હતી.

થોડા સમય માટે એવી પણ અફવા ઉડી હતી કે. મુનમુન દત્તા રાજ અનડકટને ડેટ કરી રહી છે, જે તેના કરતા 9 વર્ષ નાનો છે. જ્યારે હવે અભિનેત્રી મુનમુન દત્તાએ આ ખબર પર પોતાનું મૌન તોડ્યું છે. મુનમુને એક ઓપન લેટર લખી પોતાનો ગુસ્સો ઠલવ્યો છે. આ પત્રમાં અભિનેત્રી જણાવે છે કે, તે પોતાને ભારતની દીકરી કહેતા શરમ અનુભવે છે.

મુનમુને પોતાના ઓપન લેટરમાં લખ્યું છે કે, ‘સામાન્ય લોકો માટે, મેં તમારી પાસેથી કંઈક સારું કરવાની અપેક્ષા રાખી હતી પણ તમે કોમેન્ટ વિભાગમાં જે ગંદકીનો વરસાદ કર્યો છે તે વાંચ્યા બાદ, તે સાબિત થઈ ગયું છે કે, શિક્ષિત થયા બાદ પણ આપણે એવા સમાજનો ભાગ છીએ કે, જે સતત નીચે પડી રહ્યું છે.

તમારી રમૂજ માટે મહિલાઓ તેમની ઉંમરથી સતત શરમાતી રહે છે. આ રીતે તમારા જોક્સને લીધે કોઈના જીવનમાં શું થાય છે, તે કોઈને પણ માનસિક રીતે તોડવા માટે પૂરતું છે. તમે આ અંગે ક્યારેય ચિંતા ન કરશો, હું છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરું છું પણ લોકોએ મારા સન્માનને ઠેસ પહોંચાડવામાં 13 મિનિટ પણ નથી લગાડી.

munmun dutta rumors of dating with 9 year old raj anadkat react » Trishul News Gujarati Breaking News Entertainment, taarak mehta ka ooltah chashmah, તારક મહેતા કા ઉલટા ચશ્માં

મુનમુન દત્તા આગળ જણાવે છે કે, આગલી વખતે જ્યારે કોઈ વ્યક્તિ એટલો હતાશ થઈ જાય કે, જે પોતાનો જીવ લેવા માંગે છે, રોકાઇને એકવાર વિચાર કરો કે, તમારા શબ્દો તેને અંત બાજુ લઈ જઈ રહ્યા છે કે નહીં. ‘આજે હું મારી જાતને ભારતની દીકરી કહેતા શરમ અનુભવું છું.’

અભિનેત્રી આગળ જણાવે છે કે, ‘મીડિયા તથા ઝીરો ક્રેડિબિલિટીના પત્રકાર… તમને કોઈની અંગત જીવન અંગેની કાલ્પનિક વસ્તુઓ પ્રકાશિત કરવાની સ્વતંત્રતા કોણે આપી છે તેમજ તે પણ તેમની પરવાનગી વગર? શું આ ખરાબ વર્તનથી બીજી વ્યક્તિની છબીને નુકસાન થાય છે તે માટે તમે જવાબદાર હશો?

TRP માટે એવી મહિલા સુધીને પણ નથી છોડતા કે, જેને થોડાક સમય પહેલા તેનો પ્રેમ ગુમાવ્યો હતો કે, પોતાના દીકરો ગુમાવ્યો. તમે કોઇની ગરિમાની કિંમત પર સેંસેશનલ ખબર બનાવવા માટે કોઇપણ હદ સુધી જઇ શકો છો. પણ શું તમે તમારી લાઇફને બરબાદ કરવાની જવાબદારી લઇ શકો છો. જો ના તો તમને પોતાના પર શરમ આવવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *