રૂમમાં નાનો સાપ સમજીને સપેરાએ બહારથી પકડી પૂંછડી, પળવારમાં જ સાપે ખેલ બદલી દીધો, જુઓ વીડિયોમાં

જુઓ વીડિયો: નાનકડો સાપ સમજીને ભાઈએ રૂમના દરવાજા પાસેથી પકડી પૂંછડી અને અચાનક બહાર આવ્યો કિંગ કોબરા અને પછી પરસેવો…
સોશિયલ મીડિયા પર ઘણીવાર સાપ પકડવાના વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોઇને લોકો ઘણીવાર ડરી જતા હોય છે. વધારે તો રેસ્કયુ કરનાર એક્સપર્ટ ખતરનાક સાપોને સરળતાથી પકડી લે છે.  તેમને જોઇને એવું જરા પણ નથી લાગતુ કે સાપને પકડવો મુશ્કેલ હશે, પરંતુ સોશિયલ મીડિયા પર હાલ એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા બાદ કોઇ પણ ગભરાઇ જશે.

કિંગ કોબરા એક એવો સાપ છે જેણે ફન ફેલાવી લીધા તો સામેવાળાના પ્રાણ તો કયારે ઉડી જાય તેની કોઇ જ ખબર રહેતી નથી. કોબરાનું ઝહેર સૌથી તેજ હોય છે. કોઇ માણસ પાણી પણ નથી માંગતો. સાપોને રેસ્કયુ કરનાર પણ જયારે કોબરાનું નામ સાંભળે છે તો તે કાંપી જાય છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા બાદ ખબર પડશે કે કોબરાથી પંગો ન લેવો જોઇએ.

વીડિયોમાં શરૂઆતમાં એક વ્યક્તિ કિંગ કોબરાની પૂંછડી પકડતો જોઇ શકાય છે. જે જોતા એવું લાગી રહ્યુ છે કે, તે બાથરૂમના દરવાજા બાજુથી આવી રહી છે. સાપ પકડનાર સાપની પૂછડી પકડવા માટે નીચે નમે છે અને તેને પોતાની તરફ ખેંચે છે. જો કે કિંગ કોબરા અચાનક તેનું માથુ દરવાજાથી બહાર નીકાળે છે તો સાપ પકડનારની હાલત ખરાબ થઇ જાય છે. અને તે પાછળની બાજુ જાય છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *