લોન્ચ માટે સંપુર્ણ રીતે તૈયાર છે મારુતિની આ સસ્તી કાર, ઓછી કિંમતમાં આપશે ૩૦ km ની એવરેજ

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઘરેલું બજારમાં પોતાના વ્હીકલ પોર્ટફોલિયોને અપડેટ કરવાની તૈયારીમાં જોડાયેલી છે. આ વર્ષે તહેવાર સીઝનનાં  અવસર પર કંપની પોતાની જાણીતી હેચબેક કાર Maruti Celerio નાં નેક્સ્ટ જનરેશન મોડલને લોન્ચ કરવા જઇ રહી છે. હાલમાં આ કારને ઘણા અલગ-અલગ અવસર પર ટેસ્ટ દરમિયાન સ્પોટ પણ કરવામાં આવી છે.

હવે આ કારનું પ્રોડક્શન રેડી મોડલ સ્પોટ કરવામાં આવ્યું છે. જે લોન્ચ માટે સંપુર્ણ રીતે તૈયાર છે. કંપનીએ આ કારમાં ઘણા મોટા બદલાવ કર્યા છે, જે તેને હાલના મોડલ થી અલગ બનાવે છે. હાલના મોડલની કિંમત ૪.૬૫ લાખ રૂપિયાથી લઇને ૬ લાખ રૂપિયા વચ્ચે છે. તેનું પેટ્રોલ વેરીયન્ટ ૨૧ કિલોમીટર અને સીએનજી વેરીયન્ટ ૩૦ કિલોમીટર સુધી માઇલેજ આપે છે. નેક્સ્ટ જનરેશન મોડલમાં કરવામાં આવેલા અપડેટ ના કારણે તેની કિંમત હાલના મોડલ થી થોડી વધારે હોઈ શકે છે.

કેવી છે નવી Maruti Celerio

સ્પાઈ શોટ્સનાં આધાર પર કહી શકાય છે કે કંપનીએ આ કારમાં રાઉન્ડેડ ટ્રાયગુલર હેડલેમ્પ ની સાથે સ્લિમ ફ્રન્ટ ગ્રિલ્સ આપ્યા છે. તેમાં ફ્રન્ટમાં બ્લેક કલાઈડિંગ કરવામાં આવ્યું છે. જે ફોગ લેપ સાથે એર ડેમને પણ કવર કરે છે. સાઈડ પ્રોફાઈલની વાત કરીએ તો તેમાં બ્લેક આઉટ અલોય વ્હીલ્સ સાથે નવા ડોર હેન્ડલ પણ સામેલ કરવામાં આવ્યા છે. પાછળની તરફ નવી ડિઝાઇનનું ટેલ લેમ્પ અને બમ્પર આપવામાં આવ્યું છે.

જોકે હજુ આ કારનાં ઇન્ટીરિયર ની ફોટો સામે નથી આવી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે  તેમાં નવી ડિઝાઈનનાં ડેશ બોર્ડ સાથે નવા અપ હોલસ્ટરી વાળી સીટ પણ આપશે. તેમાં ૭ ઇંચનો ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ (એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લે કનેક્ટિવિટી સપોર્ટ), ઓટોમેટિક કલાઈમેન્ટ કંટ્રોલ, પાવર વિન્ડો, પાવર આઉટ સાઇડ રીઅર વ્યુ મિરર (ORVM’s) આપી શકાય છે.

મારુતિ સુઝુકીની આ કારમાં સારી સેફટીને પણ સામેલ કરશે. તેમાં ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન (EBD) સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), રિયર પાર્કિંગ કેમેરા (ટોપ મોડલ માં) ડ્યુઅલ ફ્રન્ટ એર બેગ, રિયર પાર્કિંગ સેન્સર, સ્પીડ એલર્ટ સિસ્ટમ, સીટ બેલ્ટ પ્રિટેંશનર વગેરે જેવા ફિચર આપવામાં આવશે.

જાણકારી અનુસાર કંપની આ કારના એન્જિનમાં કોઈ બદલાવ નહિ કરશે. આ કાર બે પેટ્રોલ એન્જિન વિકલ્પ સાથે ઉપલબ્ધ થશે. એક વેરિએન્ટમાં ૧.૦ લીટર ની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન આપવામાં આવશે, જે 68PS ની પાવર અને 90Nm નો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે બીજું વેરિએન્ટ ૧.૨ લિટર પેટ્રોલ એન્જિન સાથે આવશે. જે 83 PS ની પાવર અને 113 Nm નો ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગીયર બોક્સ સાથે આવે છે.

જાણકારી અનુસાર કંપની નેક્સ્ટ જનરેશન Maruti Celerio ને આ વર્ષે દિવાળીના અવસર પર રજુ કરી શકે છે. આ કાર ને પેટ્રોલની સાથે સીએનજી વેરિએન્ટમાં પણ રજુ કરવામાં આવશે. છેલ્લા થોડા મહિનાઓમાં આ કારની ડિમાન્ડમાં ઘણો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને કમર્શિયલ જેવા કેબ સર્વિસમાં આ કાર ને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *