વેશ બદલીને બેઠી હતી મહિલા પોલીસકર્મી, આજુબાજુ બેઠેલા છોકરાઓ આવ્યા છેડતી કરવા પછી કરી એવી હાલત કે જોઈને હક્કાબક્કા રહી જશો

સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો એવા હોય છે જે ખુબ જ વાયરલ પણ થઇ જતા હોય છે, અને ઘણા વીડિયો હેરાન કરી દેનારા હોય છે. સોશિયલ મીડિયામાં પોલીસના કામને લઈને પણ ઘણા વીડિયો વાયરલ થઇ જતા હોય છે, ત્યારે હાલ પણ એક એવો જ મહિલા પોલીસકર્મીનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક મહિલા કોઈ બસ સ્ટેન્ડ જેવી જગ્યા ઉપર બેઠેલી છે. તેની બાજુમાં એક યુવક ઉભો છે અને બાજુની બેન્ચ ઉપર બે યુવકો બેઠેલા છે. આ મહિલાએ ગાઉન પહેર્યું છે સાથે જ તેના શરીર ઉપર એક દુપટ્ટો નાખીને તે બેઠી છે. ત્યારે તેની બાજુમાં ઉભો રહેલો એક વ્યક્તિ તેની નજીક આવે છે અને તેની સાથે વાત કરવા લાગે છે.

વાત કરતા કરતા જ તે મહિલા પાસે બેસી જાય છે. આ જોઈને બાજુની બેન્ચ ઉપર બેઠેલા બંને યુવાનો પણ હસવા લાગે છે અને પછી એક યુવાન પણ ઉભો થાય છે અને મહિલા સાથે વાત કરી તેની બાજુમાં બેસી જાય છે. જેવા બંને યુવાનો તે મહિલાની બાજુમાં બેસે છે પછી મહિલા ઉભી થઇ અને તેનું અસલી રૂપ બતાવે છે.

મહિલા ઉભી થઇ તેનો દુપટ્ટો તે યુવાનોને પકડાવે છે અને પોતાનું ગાઉન ત્યાં જ કાઢી નાખે છે. તેને જોતા જ બંને યુવાનો સાથે બાજુની બેન્ચ ઉપર બેઠેલો યુવાન પણ હેરાન રહી જાય છે, કારણ કે જેને તે સામાન્ય મહિલા સમજી રહ્યા હતા તે તો પોલીસની વર્ધીમાં જોવા મળે છે. અને પછી મહિલા ત્રણેયને ઝઘડી ઉઠક બેઠક કરાવે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશે હજુ કોઈ પુષ્ટિ નથી થઇ શકી.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *