સેક્સ કે મેકઅપમાંથી કઈ વસ્તુ વધારે પસંદ છે? તો દિશા પટણીએ આપ્યો જબરદસ્ત જવાબ

બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ દિશા પટની અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. તેમની ફિલ્મો અને એક્ટિંગની સાથે દિશા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. તેમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિશા પટની ફિટનેસ ફ્રીક પમ છે. તે જીમમાં જઈને પરસેવો પાડે છે. ખૂબ જ સુંદર હોવાની સાથે તે ખૂબ જ ફિટ પણ છે.

દિશા પટની ઘણીવાર ચર્ચામાં રહે છે. ક્યારે તે કોઈ ફોટો અથવા વીડિયોને લીધે તો તે ક્યારેક એક્ટર ટાઇગર શ્રોફ સાથેના સંબંધને લીધે ચર્ચામાં રહે છે. જોકે, અત્યારે તેમની ચર્ચા એક જૂના ઇન્ટરવ્યૂને લીધે થઈ રહી છે. જેમાં તેમને સેક્સ સાથે જોડાયેલો સવાલ પૂછતાં જડબાતોડ જવાબ સાથે પોતાનો મત રજૂ કર્યો હતો. તો અમે તમને જણાવીએ કે, તેમને સેક્સ સાથે જોડાયેલાં સવાલ પર શું કીધું હતું.

ઉલ્લેખનીય છે કે, ઇન્ટરવ્યૂ ઘણો જૂનો છે. તે સમયનો છે જ્યારે બોલિવૂડમાં દિશા પટનીનું મોટું નામ નહોતું. તે પોતાના કરિયરના શરૂઆતી દિવસોમાં હતી અને આ દરમિયાન તેમણે એક એન્ટરટેઇનમેન્ટ પોર્ટને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમને ઘણાં વિચિત્ર સવાલ પણ પૂછવામાં આવ્યા હતાં. જોકે, એક્ટ્રસે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

ઇન્ટરવ્યૂમાં દિશા પટનીને પૂછવામાં આવ્યું હતું કે, ‘જો તેમને મહિનામાં એકવાર સેક્સ અને આખા વર્ષનો મેકઅપ, બંનેમાંથી કોઈ એક વસ્તુ છોડવી પડે તો કઈ વસ્તુ પસંદ કરશો?’ જેમાં એક્ટ્રેસે સેક્સને પસંદ કર્યું હતું.

તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે, ‘હું ખૂબ વધારે મેકઅપ કરતી નથી. એટલે મને લાગે છે કે, હું મેકઅપ છોડી દઈશ. એટલે કે તેમને સેક્સને પસંદ કર્યું હતું.’

આ ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસને વધુ એક વિચિત્ર સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે, ‘જો તમને આખી જિંદગી ભીનો અંડરવેર પહેરવાનું કહેવામાં આવે અથવા વર્ષમાં એકવાર જ નાહાવાનું કહેવામાં આવે તો તમે શું પસંદ કરશો?’ જેના જવાબમાં દિશાએ કહ્યું હતું કે, ‘ભીનું રહેવું વધારે થઈ જશે એટલે વર્ષમાં એકવાર શૉવર લેવું જ યોગ્ય છે. હું ભીનો અંડરવેર પહેરી શકતી નથી.’

ઉલ્લેખનીય છે કે, દિશા પટનીના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’થી થઈ હતી. તે પોતાની પહેલી જ ફિલ્મથી લોકોમાં ફેમસ થઈ ગઈ હતી અને તેમને ‘નેશનલ ક્રશ’ની ઉપાધી પણ મળી ચૂકી છે. પોતાની સુંદરતાથી તેમણે દરેકને દીવાના બનાવી દીધા હતાં. તે અત્યારસુધી ઘણી સારી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.

સોશિયલ મીડિયા પર હિટ છે.
સોશિયલ મીડિયા પર દિશાનું મોટું ફેન ફોલોઇંગ છે. તે પોતાના બોલ્ડ, હોટ અને બિકિનીવાળા ફોટોમાં ખૂબ જ ચર્ચામાં રહે છે. દિશાને ઇન્સ્ટાગ્રામ પર 4 કરોડ 60 લાખ (46 મિલિયન)થી પણ વધુ લોકો ફોલો કરે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમણે હાલમાં જ ફિલ્મ ‘રાધે’માં જોવા મળી હતી. તે પોતાની આગામી ફિલ્મમાં જોન અબ્રાહમ અને આદિત્ય રૉય કપૂરની સાથે આવનારી છે. ફિલ્મનું નામ ‘એક વિલેન 2’ છે.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *