સોનુ સુદ રસ્તા પર “હોર્ન” વગાડીને ઇડલી વેંચતા આવ્યા નજર, જાણો ઇડલી વેંચવા પાછળનું કારણ


સોનુ સુદ લોકડાઉન દરમિયાન લોકોનું દુઃખ વહેંચતા નજર આવ્યા છે. હાલના સમયમાં “સોનુ સુદ” એક એવું નામ છે, જેની ચર્ચા દેશ જ નહીં પરંતુ વિદેશોમાં પણ થઈ રહી છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા સોનુ સુદે પોતાના સારા કામ અને દરિયાદિલી થી બધા લોકોનું દિલ જીતી લીધું છે. સોનુ સુદે પોતાની ફિલ્મોથી વધારે પોતાના સારા કામો થી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. લોકડાઉન દરમિયાન થી જ સોનુ સુદ ગરીબ અને જરૂરીયાત લોકોની સહાયતા કરી રહ્યા છે. સોનુ સુદે ફસાયેલા પ્રવાસી મજુરોને ઘરે પહોંચ્યા. ત્યારબાદ તે સતત કોઈને કોઈની મદદ કરતા નજર આવી રહ્યા છે. ઘણા એવા લોકો છે જે સોનુ સુદને  ભગવાન માનવા  લાગ્યા. સોનુ સુદ કોરોના કાળમાં ગરીબોનાં “મસીહા” બનીને ઉભરી આવ્યા છે.

તમને જણાવી દઈએ કે સોનુ સુદ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તે પોતાના ફેન્સ સાથે તેના માધ્યમથી જોડાયેલા રહે છે. રોજના અભિનેતા પાસે મદદ માંગવા વાળા લોકોનાં ઘણા મેસેજ આવે છે અને સોનુ સુદ પણ દરેકની પાસે સહાયતા પહોંચાડવાની પુરેપુરી કોશિશ કરે છે. સોશિયલ મીડિયા પર સોનુ સુદ દ્વારા કરવામાં આવેલા સારા કામોનાં લોકો વખાણ કરતા થાકતા નથી. આ વચ્ચે સોનુ સુદે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેતા ભોંપુ વગાડીને રસ્તા કિનારે ઈડલી વેચતા દેખાઈ રહ્યા છે.

સોનુ સુદે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ થી એક વીડિયો શેર કર્યો છે. જેમાં તમે બધા લોકો જોઈ શકો છો, કે અભિનેતા “ઈડલી-વડા” વેચતા નજર આવી રહ્યા છે. આ વીડિયોમાં સોનુ સુદ એક વ્યક્તિ જેનું નામ જહરુદ્દીન છે. તેની લારીથી તેને ઈડલી વડા ખવડાવતા નજર આવી રહ્યા છે. આ વીડિયોમાં સોનુ સુદ લારીનાં માલિક જહરુદ્દીન સાથે વાતચીત પણ કરતા દેખાઈ રહ્યા છે. સોનુનાં વિડીયોમાં લારીનાં માલિકને બોલી રહ્યા છે કે રોજ તમે તમારી લારી થી લોકોને ખવડાવો છો. આજે હું તમને ખવડાવી રહ્યો છું. આજે તમે વીઆઇપી છો.

હકીકતમાં સોનુ સુદ પોતાના વિડિયોનાં માધ્યમથી લોકોને નાના વિક્રેતાઓ માટે સહાયતાની વિનંતી કરતા નજર આવી રહ્યા છે. અભિનેતા આ નાના વિક્રેતાઓને સહાયતાનો સંદેશ આપવા ઇચ્છી રહ્યા છે. ઇન્ટરનેટ પર સોનુ સુદ દ્વારા શેર કરવામાં આવેલો વિડિયો ઘણો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને તેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. લોકો આ વિડીયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વિડીયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને આ વિડીયો લોકો શેર પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સોનુ સુદ પોતાના સોશિયલ મીડિયા પર મજેદાર વિડિયો શેર કરતા રહે છે. જેના માધ્યમથી તે પોતાના ફેન્સનું મનોરંજન કરતા દેખાય છે. અમે વાત કરીએ અભિનેતાનાં વર્કફ્રન્ટ ની તો તેમણે “કિસાન” ફિલ્મ સાઈન કરી છે. તે સિવાય તેઓ “પૃથ્વીરાજ” માં નજર આવશે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સોનુ સુદનો એક મ્યુઝિક વિડીયો “સાથ ક્યા નિભાઓગે” પણ રિલીઝ થયો હતો, જેને લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *