હજારો વર્ષોથી દરિયામાં તોફાનો-વાવાઝોડા આવ્યા છતાં પણ મહાદેવજીનું આ મંદિર અડીખમ, મહાદેવજી સ્વયં પ્રગટ થયા હતા, જાણો ઈતિહાસ…

આ મંદિર ગુજરાતના દરિયા કિનારે આવેલું છે.જ્યાં સ્થળનું નામ દ્વારકા છે.અને આ મંદિર અતિ પ્રખ્યાત મંદિર છે.જેનું નામ ભડકેશ્વર મહાદેવ છે.ભારતમાં શિવજીના ઘણા બધા મંદિરો આવેલા છે પરંતુ આ મંદિર અનોખુ છે.આ સમુદ્રમાં જ્યારે હાઇટાઈડ હોય ત્યારે મંદીરમાં દર્શન કરવા માટે દરિયાના પાણીમાં થઈને જવું પડે છે.

દરિયામાં જ્યારે ભરતી આવે છે ત્યારે મંદિરમાં પહોંચવાનો રસ્તો બંધ થઈ જાય છે.ભડકેશ્વર મંદિરની પાસે દ્વારકામાં ચોપાટી પણ બનાવવામાં આવી છે.અને દરિયામાં હજારો-વર્ષોથી તોફાનો,વાવાઝોડા આવ્યા છતાં પણ મંદિરને કઈ થયુ નથી,આ પણ એક ચમત્કાર છે.

જૂન-જુલાઇ મહિનામાં અરબી સમુદ્ર સ્વયં એક વખત આ શિવલિંગનો જળ-અભિષેક કરે છે અને પછી થોડાક સમય કે દિવસો માટે મંદિર જલમુગ્ન થઈ જાય છે.આ મહાદેવજીનું મંદિર હોવાથી શ્રાવણ મહિનામાં અને મહા શિવરાત્રિએ લાખો લોકો દર્શન માટે આવે છે.આ મંદિર માટે એમ પણ કહેવાય છે કે અહી જે પણ લોકો આવે છે જે કઈપણ માંગે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એમ કહેવાય છે કે અહી સમુદ્ર જળની વચ્ચે ભગવાન શિવજી પોતે પ્રગટ થયા હતા,એટલા માટે જ આ મંદિરને ભડકેશ્વર મહાદેવ કહેવામા આવે છે.મિત્રો,આ માહિતી જો તમને સારી લાગી હોય તો બીજા લોકો જોડે જરૂર શેર કરજો.

Source link

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *