Bottom Article Ad

1 નવેમ્બરથી LPG સિલિન્ડરના બુકીંગના નિયમો બદલાશે.

 LPG ગેસ સિલિન્ડરના નિયમમાં ફેરફાર થવાનો છે. 1 નવેમ્બરથી નવો નિયમ લાગુ થઈ શકે છે. સિલિન્ડરની home ડિલિવરીની આખી સિસ્ટમ હવે બદલવા જવાની છે. સરકારી ઓઈલ કંપનીઓએ તેની તૈયારી કરી લીધી છે. આગામી મહિનાથી ડિલિવરી માટે નવી સિસ્ટમ લાગુ થઈ જશે. આવામાં જો તમે ઘરે બેઠા ગેસ સિલિન્ડર મંગાવતા હોવ તો આ માહિતી તમારા માટે જરૂરી છે. 

Gujarati News,LPG gas,INN Gujarati

ઓઇલ કંપનીઓ દ્વારા બનાવેલા નવા નિયમ પ્રમાણે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ સિસ્ટમ લાગુ થવાની છે. આ નિયમ પ્રમાણે હવેથી જ્યારે તમે સિલિન્ડર બુક કરશો ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક કોડ આવશે. ડિલિવરી વખતે આ કોડ તમારે ડિલિવરી બોયને આપવાનો રહેશે. તમે જ્યાં સુધી આ કોડ ડિલિવરી બોયને નહીં બતાવો ત્યાં સુધી ડિલિવરી પેન્ડીંગ રહશે.

ઓઇલ કંપનીઓ સૌથી પહેલા 100 સ્માર્ટ સિટીમાં આ સિસ્ટમ લાગુ કરશે.આ પાયલટ પ્રોજેક્ટ તરીકે રહેશે. ત્યાર બાદ આ સિસ્ટમ આખા દેશમાં ધીમે ધીમે લાગુ કરવામાં આવશે. 2 શહેરોમાં હાલમાં આ સિસ્ટમ પાયલટ પ્રોજેક્ટ તરીકે ચાલે છે. રાંધણ ગેસ માટે જ નવી સિસ્ટમ લાગુ પડશે. કોમર્શિયલ ગેસ માટે આ સિસ્ટમ લાગુ પડશે નહીં.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close