Bottom Article Ad

ઈસરો 7 નવેમ્બરે 'EOS-01' સેટેલાઇટ લોન્ચ કરશે.

 

ISRO,PSLV,EOS-01,Gujrati News

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો આ વર્ષની પ્રથમ સેટેલાઇટ નવેમ્બર મહિનામાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. 7 નવેમ્બરે બપોરે 3.02 વાગ્યે આ સેટેલાઇટ શ્રી હરિકોટાના સતીસ ધવન સ્પેસ રિસર્ચ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. બુધવારે ઇસરોએ આ અંગે માહિતી આપી હતી.

ઈસરો મુજબ 'EOS-01' નો મતલબ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ થાય છે. જેને PSLV-C49 રોકેટ દ્વારા લોન્ચ કરશે.તેની સાથે જ 9 કસ્ટમર સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવશે.આ તમામને ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) સાથે એક કમર્શિયલ એગ્રીમેન્ટ અંતર્ગત લોન્ચ કરવામાં આવી રહ્યા છે.

આ સેટેલાઇટ દુશ્મનો પર નજર રાખવા ઉપયોગી થશે.

અર્થ ઓબ્ઝર્વેશન રિસેટની એક એડવાન્સ સિરીઝ 'EOS-01' છે. તેના સિન્થેટિક અપર્ચર રડાર (SAR)માં કોઈપણ સમયે અને મોસમમાં પૃથ્વી પર નજર રાખવાની ક્ષમતા છે. વાદળોની વચ્ચે પણ આ સેટેલાઈટ પૃથ્વી પર નજર રાખી શકે છે.

ભારતીય સેનાને આ સેટેલાઇટથી ઘણી મદદ મળશે.દુશ્મન દેશ પર નજર રાખવામાં સરળતા રહેશે.તેની સાથે જ આ સેટેલાઇટનો ઉપયોગ ફોરેસ્ટ્રી,ખેતી અને પુરની સ્થિતિ પર નજર રાખવા પણ થશે.

પીએસએલવી-સી50ને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે ઈસરો
આ મિશન પછી,ડિસેમ્બરમાં ઈસરો જીસેટ-12R કમ્યુનિકેશન સેટેલાઈટને પીએસએલવી-સી50 દ્વારા લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close