Bottom Article Ad

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની એમ્બેસી ઓફ ઇન્ડિયાએ શાનદાર ઉજવણી કરી.

 

Statue of Unity,Sardar Vallabhbhai Patel,INN Gujarati,Gujarati News


ભારતમાં ઉજવાતા દરેક રાજકિય ઉત્સવો અને દિવાળી-ગણેશ ચતુર્થી, હોળી જેવા તહેવારો અમેરિકામાં વોશિંગ્ટન ડી.સી. ખાતે આવેલી એમ્બેસી ઓફ ઇન્ડિયા ભારે હર્ષો ઉલ્લાસથી ઉજવે છે.

ભારત દેશના સંસ્કાર-સંસ્કૃતિ - કલા - સંગીતના વારસાને અમેરિકામાં જાળવવા માટે એમ્બેસેડર ઓફ ઇન્ડિયા Hon Shri Navtej Sarna ના નેતૃત્વ હેઠળ  જે સંનિષ્ઠ પ્રયત્નો થાય છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

શુક્રવાર ૨ નવેમ્બર, ૨૦૧૮ના રોજ એમ્બેસી ઓફ ઇન્ડિયામાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મ જયંતિ ને ઉજવવા ૨૦૦થી વધુ સંખ્યામાં એકત્ર થયેલા રાજદ્વારી, વહીવટી અધિકારીઓ, વિશિષ્ઠ મહાનુભાવોનો એમ્બેસીના ફર્સ્ટ સેક્રેટરી Mr. Shambhu Hakki એ  સત્કાર કર્યો હતો.

આજના પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટિનું એન્થેમ ગવાયું હતું. એકઝીબીશનનું પણ સુંદર આયોજન થયું હતું. અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવન ઉપર ફિલ્મ રજૂ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close