Bottom Article Ad

લદાખમાં સૈન્ય ગંભીર સ્થિતિઓનો સામનો કરવા તૈયાર રહે : જનરલ રાવત

Indian Army,General Rawat,Gujarati News

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના જનરલ રાવતે ચીનની સરહદે તૈનાત ત્રણેય સૈન્યને વધુ એલર્ટ રહેવા જણાવ્યું છે. લદ્દાખ સહિતની ચીન સરહદે પાંચેક મહિનાથી ગંભીર સ્થિતિ નો માહોલ છે અને વધુને વધુ ગંભીર બનતો જાય છે.

અત્યારે શાંતિનો માહોલ છે પણ એ શાંતિ યુદ્ધ પહેલાની પણ હોય શકે એવું નિષ્ણાતોનું માનવું છે. તેથી જનરલ રાવતે ત્રણેય સૈન્યને પિસટાઈમ એક્ટિવિટિ (શાંતિ સમયની કાર્યવાહી)ને પડતી મૂકી ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું છે.ચીન અને ભારત વચ્ચે સંઘર્ષના ઘણા કેન્દ્રો છે તેમાં એક સૌથી મોટું કેન્દ્ર પેંગોગ સરોવર પણ છે.

પેંગોગ સરોવરના કાંઠે ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો (માર્કોસ) તૈનાત કરવાની તૈયારી ચાલી રહી છે. જગતના સર્વોત્તમ કમાન્ડોમાં માર્કોસની ગણતરી થાય છે. લદાખ સરહદે પહેલેથી જ સ્પેશિયલ ફોર્સના કમાન્ડો તૈનાત છે.જેમ ચીનની લાંબો સમય સૈન્ય તૈનાત કરી રાખવાની તૈયારી છે તે જ રીતે ભારતે પણ તૈયારી કરી રાખી છે.

13 થી 18 હજાર ફિટની ઉંચાઈ પર માઇનસ ડિગ્રીમાં તૈનાત જવાનો ટકી શકે તે માટેના ખાસ પોશાક અને તંબુની વ્યવસ્થા શરૂ કરી દીધી છે.વિદેશથી પણ કેટલાક પોશાક મંગાવ્યા છે. તેનો કેટલોક ભાગ આવી ગયો છે અને કેટલોક ભાગ નવેમ્બરમાં આવશે.

ભારતે થોડા સમય પહેલા જ ત્રણેય સૈન્ય વચ્ચે સંકલન સાધવા અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે કડી બનવા ઓફ ડિફેન્સ સ્ટાફની (CDS) પોસ્ટ બનાવવામાં આવી.જનરલ રાવત ભારતના પ્રથમ સીડીએસ છે. તેમની કામગીરી જ ત્રણેય સૈન્યને એક કરી કટોકટીના સંજોગમાં મજબૂત બનાવાનું છે. લદ્દાખથી અરૂઆચલ સરહદ ઉપરાંત આંદમાન સહિતના સમુદ્રી વિસ્તારોમાં પણ ભારતે સતર્કતામાં વધારો કરી દીધો છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close