Bottom Article Ad

ચોંકાવનારા રિકવરી રેટ,દેશમાં હારી રહ્યો છે કોરોના

 ભારતમાં સતત ત્રણ દિવસથી કોરોનાના કેસ 55 હજાર કરતા ઓછા નોંધાયા છે. જ્યારે મૃતકોની સંખ્યા છેલ્લા ત્રણ મહિનાની સરખામણીમાં એક દિવસમાં 578 થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં નવા દર્દીઓની સંખ્યા 50,129 છે. આ સાથે કુલ કેસની સંખ્યા 78,64,811 પર પહોંચી છે. જેમાંથી 6,68,154 લોકો સારવાર લઈ રહ્યા છે. જ્યારે  70,78,123 લોકો કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે. એક  દિવસમાં 578 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ  1,18,534 મૃત્યુ થયા છે. જો કે કોરોનાના એક સારા સમાચાર એ છે કે રિકવરી રેટ ખુબ વધી ગયો છે.

INN Gujarati,Gujarati News,Covid-19

સારવાર કરાવનારા દર્દીઓની સંખ્યા સતત ત્રણ દિવસથી સાત લાખથી નીચે રહી છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ 90 ટકા થઈ ગયો છે.ભારતમા હાલ 6,68,154 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં કુલ કેસના 8.50 ટકા છે. દેશમાં સાજા થનારા લોકોની સંખ્યા 70 લાખથી વધુ છે.

ભારતમાં હાલમા રિકવરી રેટ 90 ટકા છે જ્યારે મૃત્યુ દર 1.51 ટકા છે. ભારતમાં સાત ઓગસ્ટના રોજ સંક્રમિતોની સંખ્યા 20 લાખને પાર ગઈ હતી. 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને પાંચ સપ્ટેમ્બરના રોજ 40 લાખથી પણ વધી ગઈ હતી. કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખથી વધી ગયા હતા. 28 સપ્ટેમ્બરે 60 લાખ અને 11 ઓક્ટોબરે 70 લાખથી વધી ગયા હતા. 

આઈસીએમઆરએ જણાવ્યું કે 24 ઓક્ટોબર સુધીમાં કુલ 10,25,23,469 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈ કાલે 11,40,905 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 578 લોકો મૃત્યુ પામ્યા છે. જેમાંથી મહારાષ્ટ્રમાં 137, પશ્ચિમ બંગાળમાં 59, છત્તીસગઢમાં 55, કર્ણાટકમાં 52, દિલ્હીમાં 36, અને તામિલનાડુમાં 35 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં જે કુલ મૃત્યુ થયા છે તેમાંથી મહારાષ્ટ્રમાં 43,152, તામિલનાડુમાં 10,893, કર્ણાટકમાં 10,873, ઉત્તર પ્રદેશમાં 6,854, આંધ્ર પ્રદેશમાં 6,566, પશ્ચિમ બંગાળમાં 6,427, દિલ્હીમાં 6,225, પંજાબમાં  4,107 અને ગુજરાતમાં 3,679 કોરોનાના દર્દીઓ નો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 70 ટકાથી વધુ મૃત્યુ દર્દીઓમાં અન્ય બીમારીઓના કારણે થયા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close