Bottom Article Ad

દેશના તમામ રાજ્યના નાગરિકો હવે જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકશે.

Jammu and Kashmir News,Gujarati News

 દુનિયાનું સ્વર્ગ સામન એવું ભારતનું એક માત્ર રાજ્ય જમ્મુ કાશ્મીરમાં પોતાનું  એક ઘર હોય તેવુ દેશના ઘણા લોકોનું સપનુંં હોય છે પણ આજ સુુધી દેશના અન્ય રાજ્યના લોકો જમ્મુ કાશ્મીરમાં પોતાનું મકાન કે જમીન ખરીદી શકતા ન હતા.  પરંતુ હવે દેશના કોઈ પણ રાજ્યના નાગરિક જમ્મુ કાશ્મીરમાં પોતાની જમીન અને ઘર ખરીદી શકશે.

જમ્મુ કાશ્મીરમાં જમીન માલિકના કાયદામાં મોદી સરકારે સુધારો કર્યો છે.હવે દેશનો કોઈ પણ નાગરિક કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન,મકાન કે દુકાન ખરીદી શકશે.5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાઈ હતી અને જમ્મુ કાશ્મીરને 31 ઓગસ્ટ 2019 થી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો હતો.

એક વર્ષ પુરા થવાના કેટલાક દિવસ પહેલાજ મોદી સરકારે જમ્મુ કાશ્મીરના પુર્નગઠન કાયદામાં સુધારો કરીને દેશના તમામ રાજ્યના લોકો કે જે જમ્મુ કાશ્મીરમાં જમીન,મકાન કે દુકાન ખરીદવા માંગે છે તેવા લોકો માટે રસ્તો ખુલ્લો કર્યો છે.મંગળવારે ગૃહમંત્રાલયે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જોકે  ખેતીની જમીનની ખરીદી પર પ્રતિબંધો ચાલુ રહેશે.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, તેઓ જમ્મુ કાશ્મીરમાં ઉદ્યોગ માટેની જમીન બહારના લોકો ખરીદી શકે તેવી ઈચ્છા ધરાવે છે કારણકે તે ઈચ્છે છે કે રાજ્યમાં બહારના ઉદ્યોગ રોકાણ કરે. પરંતુ ખેતી માટેની જમીન માત્ર રાજ્યના લોકોની રહેશે.

બિન કૃષિ હેતુ માટે કૃષિ જમીનને ટ્રાન્સફર કરી શકાશે નહીં 
શૈક્ષણીક અને હોસ્પિટલ જેવા બિન કૃષિ હેતુ માટે કૃષિ જમીન ટ્રાન્સફર કરી શકાશે. આ સાથે જમ્મુ કાશ્મીરના કેટલાક સ્થાનીય કાયદામાં પણ કેન્દ્ર સરકારે સુધારા કર્યા છે.

5 ઓગસ્ટ 2019 પહેલા જમ્મુ કાશ્મીર રાજ્યમાં અલગ અલગ બંધારણીય વ્યવસ્થા હતી.તેમાં માત્ર રાજ્યના સ્થાનિક નાગરિકો જ જમીન, મકાન કે દુકાન ખરીદી શકતા હતા દેશના અન્ય નાગરિકો નહીં.

કેટલીક કાયદાકીય ઔપચારિક્તાઓ પૂરી કરીને ભાડા પટ્ટાના આધારે જમીન મેળવી શકાતી હતી.હવે આ નવા સુધારાના પ્રમાણે કોઈપણ ભારતીય જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગ, ઘર અને દુકાન માટે જમીન ખરીદી શકશે તેના માટે તેણે સૃથાનિક નિવાસી હોવાના પુરાવા આપવાની જરૂર નહીં પડે. જોકે, કૃષિ જમીનની ખરીદી માટે સ્થાનિક નિવાસી હોવાના પુરાવાની જરૂર પડશે.


બીજી બાજુ ઉદ્યોગ જગતે આ નિર્ણયને આવકાર્યો છે અને તેને જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગો માટે સંજીવની સમાન જાહેર કર્યો છે. ઉદ્યોગપતિઓનું કહેવું છે કે જમીન કાયદો લાગુ થવાથી જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગોની સંભાવના વધશે. દેશના અન્ય રાજ્યોમાં સ્થિત મોટા-મોટા ઉદ્યોગપતિઓ જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગો સ્થાપવા માટે પ્રેરિત થશે, જેથી અહીં બેરોજદારી દૂર થશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close