Bottom Article Ad

સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના વડાપ્રધાન ન બન્યા કારણ કે ગાંધીજી નહેરુ જેવા નબળા મગજના વ્યક્તિ વડાપ્રધાન બને તેવું ઇચ્છતા હતા - કંગનાએ કહ્યું.

 

Kangna ranawat twited Nehru was weaker minded person,Gujarati News,INN Gujarati

લોખંડી પુરુષથી ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 145મી જયંતિ પર કંગના રનૌતે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે  તેણે ટ્વિટ કરી ગાંધીજી અને પંડિત જવાહરલાલ નેહરુને પોતાના નિશાન બનાવ્યા. કંગનાએ સરદાર પટેલના બલિદાન માટે ગાંધીજીને જવાબદાર ઠેહરાવ્યાં છે. સાથે જ સરદાર પટેલે સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન પદનું બલિદાન આપ્યું તે માટે દુઃખ વ્યક્ત કર્યું. 


કંગના દ્વારા કરાયેલ પહેલી ટ્વીટ- ગાંધીજીના કારણે વડાપ્રધાન ન બન્યા
કંગનાએ પહેલા ટ્વીટમાં લખ્યું છે, 'તેમણે ગાંધીજીની ખુશી માટે ભારતના પહેલા વડાપ્રધાનના રૂપમાં સૌથી યોગ્ય અને નિર્વાચિત પદનું બલિદાન આપ્યું, કારણકે તેમને (ગાંધીજી) લાગતું હતું કે નેહરુ સારું અંગ્રેજી બોલે છે. સરદાર વલ્લભભાઈ પટેલને નુકસાન ન થયું પણ દેશે દાયકાઓ સુધી આનું પરિણામ ભોગવવું પડશે. તેથી જે યોગ્ય છે તેને આપણે કોઈ શરમવગર છીનવી લેવું જોઈએ.'  


 

કંગનાએ કરેલી બીજી ટ્વીટ- ગાંધીજી નબળું મગજ ધરાવતા માણસ વડાપ્રધાન તરીકે ઇચ્છતા હતા

કંગનાએ આગળની ટ્વીટમાં સરદારને ભારતના અસલી લોહપુરુષ ગણાવીને લખ્યું, 'મારું માનવું છે કે ગાંધીજી નેહરુની જેમ એક નબળા મગજના વ્યક્તિ વડાપ્રધાન તરીકે ઇચ્છતા હતા જેથી તે ખુદ સામે રહીને દેશને કંટ્રોલ કરી શકે અને તેને ચલાવી શકે.ગાંધીજીનો પ્લાન સારો હતો પરંતુ ગાંધીજીની હત્યા બાદ જે થયું, તે ડિઝાસ્ટર હતું.'


કંગાનની ત્રીજી ટ્વીટ- તમારા નિર્ણયનો ઘણો અફસોસ છે

ત્રીજી ટ્વીટમાં કંગનાએ લખ્યું છે, 'ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. તમે એ વ્યક્તિ છો જેમણે અમને આ અખંડ ભારત આપ્યું. પરંતુ વડાપ્રધાન પદનું બલિદાન આપીને તમે અમને તમારા મહાન નેતૃત્ત્વ અને વિઝનથી દૂર રાખ્યા. અમને તમારા નિર્ણયનો ઘણો અફસોસ છે.'



 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close