Bottom Article Ad

RBI ગવર્નર શક્તિકાંત દાસને કોરોના પોઝિટિવ

RBI,Gujarati News,News,INN Gujarati

 ભારતમાં કોરોના બધેજ પ્રસરી ગયો છે તે આમ જનતા હોય કે નેેતા કે પછી ટોચના અધિકારિઓ.આ પહેલા પણ ઘણા રાજયોના મુખ્ય પ્રધાનોને પણ ચેપ લાગી ચુક્યો છે.ત્યારે હવે દેશની ટોચની મધ્યસ્થ બેંક RBI ના ગવર્નર શક્તિકાંત દાસ ને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.હવે પોતે આયસોલેસન માં રહીને કામ કરશે.

કોરોનાના કુલ કેસની સંખ્યા 80 લાખને પાર ગઈ છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46823 કેસ સામે આવ્યા છે. અને કુલ કેસ 7908227 થયા છે. અને કુલ મૃત્યુ આંક 118972 થયો છે.

છેલ્લા 24 કલાકમાં 60581 કેસ રિકવર થાય છે. જેની સાથે રિકવરીની સંખ્યા 71.30 લાખથી વધુ થઈ છે. હવે દેશમાં રિકવરીની સંખ્યા વધવા લાગી છે તેથી દેશમાં રિકવરી રેટ પણ 90 ટકા થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ હવે કુલ કેસના 8.5% કેસ જ એકટિવ છે.છેલ્લા સપ્તાહથી મૃત્યુની સંખ્યા 1000 થી નીચે રહી છે.હવે નવા કેસોની સરખામણીમાં રિકવારીની સંખ્યા વધી છે.

RBI ના ગવર્નર શક્તિકાંત દસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.પરંતુ તે પોતાનું કામ આયસોલેસનમાં પણ ચાલુ રાખશે.તેમને ગંભીર લક્ષણો ન હોવાથી તેઓ હાલ સ્વસ્થ છે.તેમના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close