Bottom Article Ad

એટર્ની જનરલ વેણુગોપાલે કહ્યું ન્યાયધીશોને શિક્ષિત કરવાની જરૂર છે.

 

INN Gujarati,Gujarati News
સુપ્રીમ કોર્ટમાં દલીલો કરતી વખતે એટર્ની જનરલ કે કે વેણુગોપાલે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ન્યાયધીશોને શિક્ષિત કરવાની જરૂર છે.મધ્યપ્રદેશ કોર્ટના ન્યાયધીશે જાતીય સતામણીના એક કેસમાં પીડિતા પાસે આરોપીને રાખડી બંધાવવાની શરતે જામીન આપ્યા હતા એ મુદ્દે એટર્ની જનરલે દલીલો કરી હતી.

વિચિત્ર શરતથી મધ્યપ્રદેશની હાઈકોર્ટના ન્યાયધીશે એક જાતીય સતામણીના કેસમાં જામીન આપ્યા હતા. ન્યાયધીશે આરોપીને પીડિતા પાસે રાખડી બંધાવવાની શરત પર જામીન આપ્યા હતા.સુપ્રીમ કોર્ટમાં આરોપીને મળેલા જામીનના વિરોધમાં અરજી કરવામાં આવી હતી. એ કેસમાં સુપ્રીમ કોર્ટમાં એટર્ની જનરલ વેણુગોપાલે દલીલો કરી હતી.

એટર્ની જનરલે દલીલો કરી હતી કે જો આવી રીતે જામીન મળતા હોય તો ન્યાયધીશોની સમજ બાબતે ફરીથી વિચારવું પડશે. તેમણે ઉમેર્યુ કે ન્યાયધીશોને શિક્ષિત કરવાની જરૂર છે.મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયધીશે જે કર્યું તેને વેણુગોપાલે નાટક ગણાવ્યું હતું. વેણુગોપાલે કહ્યું હતું કે  સર્વોચ્ચ અદાલતના નિર્ણયો દેશની અદાલતોમાં ભણાવવા જોઈએ. તેનાથી હાઈકોર્ટમાં કાર્યરત ન્યાયધીશોને અને નીચલી અદાલતોને જણાશે કે તેમણે શું કરવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટમાં વેણુગોપાલે દલીલો રજૂ કરતા ભારપૂર્વક કહ્યું હતું કે ન્યાયધીશોને જેન્ડર સેન્સિટિવિટિ શીખવવાની પણ જરૂર છે. જામીનની શરતો તથ્યો અને તર્કો આધારિત હોવી જોઈએ અને એમાં લાગણીશીલતાને કોઈ જ સ્થાન હોવું ન જોઈએ.ન્યાયધીશ કોર્ટમાં લાગણીશીલ થઈને કે પરંપરાગત વિધિવિધાનને ધ્યાનમાં રાખીને નિર્ણયો કરે તે યોગ્ય નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close