Bottom Article Ad

કાશ્મીરમાં બે આતંકીઓ ઠાર, સુરક્ષાદળના ત્રણ જવાનો પણ શહીદ

 

Indian Army,Gujarati News,INN Gujarati
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના સફાયા માટે હાથ ધરાયેલા ઓપરેશનમાં ભારતીય સુરક્ષાદળના ત્રણ જવાનો શહિદ થયા છે.

આ ઓપરેશન ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં LOC પાસે હાથ ધરાયુ હતુ.આ ઓપરેશન દરમિયાન ત્રણ જવાનો શહીદ થયા હોવાના દુખદ સમાચાર મળ્યા છે.જેમાં બે ભારતીય સેનાના અને એક બીએસએફના જવાન શહિદ થયા છે. 

આ વિસ્તારમાં શનિવારે રાતે પાકિસ્તાની આતંકવાદીઓએ ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી.આ બાબતની સેનાને જાણ થતા ઓપરેશન શરુ કરાયુ હતુ અને બે ઘૂસણખોરોને ઠાર મારવામાંં આવ્યા હતા.આ આતંકીઓની લાશો પણ મળી છે.જોકે તેની સામે સુરક્ષાદળોએ પોતાના ત્રણ જવાનોના જીવ ગુમાવ્યા છે.  એક એકે રાયફલ અને બે બેગ પણ ઓપરેશન દરમિયાન મળી આવી છે.

મળતી માહિતી પ્રમાણે હજી આ વિસ્તારમાં ઓપરેશન ચાલુ છે.બીજા આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાને લીધે ભારતીય સેનાના સ્પેશ્યલ ફોર્સના કમાન્ડોને પણ બોલાવવામાં આવ્યા છે.


સુરક્ષા દળોના અધિકારીઓનુ કહેવા પ્રમાણે, શિયાળામાં બરફવર્ષા થતી હોવાથી ઘૂસણખોરી થવાની સંભાવના ઘટી જાય છે.આમ શિયાળો બરાબર આવે તે પહેલા ઘૂસણખોરીના પ્રયાસો વધી ગયા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close