Bottom Article Ad

દુનિયાના સૌથી ઉંચા શિખર પર પ્લાસ્ટિકનો ખતરો,8848 મીટર ઊંચા શિખરથી આશરે 100 મીટર પહેલાં મળી આવ્યું માઈક્રો પ્લાસ્ટિક

 

Gujarati News,inngujarati,INN Gujarati


પ્લાસ્ટિકનો ખતરો હવે 
દુનિયાના સૌથી ઊંચા શિખર પર મંડરાઈ રહ્યો છે. ખરેખર વિજ્ઞાનીકોએ પ્લાસ્ટિકની તપાસ માટે એવરેસ્ટ ના 11 અલગ અલગ સેમ્પલ લીધાં હતાં. તેમાંથી બધી જ જગ્યાએ માઈક્રોપ્લાસ્ટિક મળ્યું છે. સૌથી વધુ પ્રદૂષણ બેઝ કેમ્પની આજુબાજુ મળ્યું જ્યાં પર્વતારોહકો અને ટ્રેકર સૌથી વધુ સમય પસાર કરતા હોય છે. વિજ્ઞાનીકો કહે છે કે માઈક્રો પ્લાસ્ટિકના ટુકડા 8848 મીટર ઊંચા શિખરથી આશરે 100 મીટર પહેલાં મળ્યાં હતા.આ જગ્યાને બાલ્કની કહેવાય છે. વિજ્ઞાનીકોએ જણાવ્યું કે સૌથી વધુ પ્લાસ્ટિકનો ભાગ કપડાં, તંબુ અને દોરડાથી આવે છે કે જેનો પર્વતારોહકો ઉપયોગ કરતા હોય છે. વિજ્ઞાનીકોની સલાહ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ. સાથે જ તેને રિ-સાઈકલ કરવું ખૂબ જ જરૂરી છે.

માઈક્રો પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે પહેલીવાર સ્ટડી કરાઈ છે. તેમાં બરફનાં સેમ્પલમાં સરેરાશ દર લિટરે પાણીમાં 30 પ્લાસ્ટિક પાર્ટિકલ અને બધી જ રીતે 119 પાર્ટિકલ્સ મળ્યાં હતાં. 8 જગ્યા પર પાણીના સ્ટ્રીમથી પણ સેમ્પલ લેવાયાં હતાં. તેમાં 3-3 પાર્ટિકલ્સ મળ્યાં:યુનિવર્સિટી ઑફ પ્લાઈમાઉથના રિસર્ચર ઈમોજન નેપરે કહ્યું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close