Bottom Article Ad

પાકિસ્તાની સરહદે 20 મીટર લાંબી સુરંગ મળી,નગરોટમાં માર્યા ગયેલા આતંકવાદીઓ ત્યાંથી આવ્યા હોવાનો દાવો

 

inngujarati,INN Gujarati,pakistan news
Image source: I am gujarat

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં પાકિસ્તાન સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય સરહદે સુરંગ શોધી કાઢી છે. નગરોટા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચારેય આતંકવાદીઓ આ સુરંગ દ્વારા ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા એવું લાગી રહ્યું છે:બીએસએફના આઈજી એનએસ જામવાલે જણાવ્યું છે. આ સુરંગને બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની એક પેટ્રોલિંગ ટીમે શોધી છે.

એવું લાગી રહ્યું છે કે નગરોટા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ 30 મીટર લાંબી સુરંગ દ્વારા ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા:આઈજી એનએસ જામવાલે જણાવ્યું હતું.તે ઉપરાંત તેમણે જણાવ્યું કે આ નવી સુરંગ છે. અમારું માનવું છે કે તેમને કોઈ ગાઈડે પણ મદદ કરી છે જે તેમને અહીંથી હાઈવે સુધી લઈ ગયો હશે. આ સપ્તાહે જમ્મુ-કાશ્મીર હાઈવે પાસે નગરોટા ટોલ પ્લાઝા પાસે અથડામણમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓએ સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસેથી જ ભારતમાં ઘૂસણખોરી કરી હતી:સુરક્ષા દળોએ કહ્યું.

શુક્રવારથી જ સરહદ પર એન્ટિ ટનલિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. BSF સાથે આર્મી અને પોલીસના જવાનો પણ તેમાં લાગ્યા છે.આ અંતર્ગત સરહદ પર આવી સુરંગો શોધવામાં આવી રહી છે.

પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણી પહેલા ત્યાં હુમલાનું કાવતરું રચી રહ્યું છે:પાકિસ્તાને ભારતના આ દાવાને ફગાવી દીધો છે.પાકિસ્તાનને તેના ક્ષેત્રમાં ગતિવિધીઓ ચલાવી રહેલા આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોનું સમર્થન કરવાની પોતાની રણનીતિને છોડી દેવી જોઈએ:શનિવારે જ ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાનના હાઈકમીશનના પ્રભારીને સમન પાઠવ્યું હતું અને કહ્યું હતું

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close