Bottom Article Ad

Sputnik V કોરોના વેકસીનની જાન્યુઆરીથી શરૂ થશે ડિલિવરી,જાણો તેની કિંમત

 

covid-19 vecsin,inngujarati,INN Gujarati,Gujarati News

કોરોના વાયરસનો ઇલાજ ન હોવાને કારણે વેક્સિન પર આશા રહેલી છે.કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે.વેક્સિન માર્કેટમાં ક્યારે આવશે,કઈ વેક્સિનની કિંતમ કેટલી હશે, લોકોનાં મગજમાં આ બધા સવાલ છે. તેમાં મોટી જાણકારી રશિયાની Sputnik V વેક્સિનને લઈને બહાર આવી છે. Sputnik Vના એક ડોઝની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 700 રૂપિયાથી ઓછી હશે. એક વ્યક્તિને વેક્સિનનાં બે ડોઝની જરૂર પડશે. તો રશિયાના નાગરિકો માટે તે ફ્રી હશે.

મંગળવારે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ નિવેદન જારી કર્યું છે. વેકસીન ગૈમેલિયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી અને રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ મળીને વિકસિત કરી છે. 

જાન્યુઆરી 2021મા વિદેશી નિર્માતાઓની સાથે હાલની ભાગીદારીના આધાર પર ગ્રાહકો માટે Sputnik V વેક્સિનની પ્રથમ આંતરરાષ્ટ્રીય ડિલીવરી ઉપલબ્ધ હશે. તો પ્રથમ ડોઝ આપ્યાના 28 દિવસ બાદ SputnikV 91.4 ટકા અસરકારક રહી છે:ક્લીનિકલ ટ્રાયલના બીજા અંતરિમ વિશ્લેષણ પ્રમાણે


 

 RDIFના ceo કિરીલ દિમિત્રીવે કહ્યું કે બેલારુસ, બ્રાઝિલ, યુએઈ અને ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે.વિવિધ દેશો માટે પરિણામો ઉપલબ્ધ રહેશે.અમે જાન્યુઆરી સુધી માહિતી પ્રદાન કરવા માટે વાતચીત કરી રહ્યા છીએ તેમણે કહ્યું.

અત્યાર સુધીમાં રશિયાએ ત્રણ કોરોના રસી બનાવવાનો દાવો કર્યો છે.તેની પ્રથમ રસી Sputnik V તેણે ઓગસ્ટમાં લોન્ચ કરી હતી.રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને 11 ઓગસ્ટ 2020 ના રોજ જાહેરાત કરી કે રશિયાએ કોરોના રસી બનાવી લીધી છે. આ જાહેરાત શ્વભરના નિષ્ણાતો આશ્ચર્યચકિત થઇ ગયા હતાં.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close