Bottom Article Ad

સૈફુલ્લાહ મીર,હિઝબુલ મુઝાહિદ્દીનનો ટોપ કમાન્ડર એન્કાઉન્ટરમાં ઠાર

Gujarati News,INN News
Image Source: Zee News

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ભારતીય સેના,સીઆરપીએફ અનેજમ્મુ-કાશ્મીર પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલ મુઝાહિદીનના ચીફ કમાન્ડર અને A++ કેટેગરીના આતંકી સૈફુલ્લાહને એન્કાઉન્ટરમાં ઠાર મર્યો છે.શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં આ અથડામણ થઈ છે, ત્યારબાદ અહીં મોટા પાયે જવાનોને સેનાએ તૈનાતી કરી છે. પરંતુ સૈફુલ્લાહના માર્યા જવા અને તેની ઓળખને લઈને જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સત્તાવાર રીતે કોઈ નિવેદન જારી કર્યું નથી. 

પ્રાપ્ત માહિતી મુજબ શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં હિઝબુલના બે ટોપ આતંકીઓ છુપાયા હોવાની માહિતી જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાને મળી હતી. માહીતિના આધાર પર રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફના જવાનોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. શરૂઆતી એનકાઉન્ટર દરમિયાન ઉપદ્રવિઓએ અહીં હિંસક પ્રદર્શન કરી ઓપરેશનમાં વિઘ્ન પાડવાનો પ્રયાસ કર્યો.તેથી સીઆરપીએફે ટીયર ગેસના સેલ છોડીને બધાને ભગાડ્યા હતા.


ઓપરેશન દરમિયાન આતંકીઓને સરેન્ડર કરવાનું પણ કહેવામાં આવતા આતંકીઓએ ફાયરિંગ કરી હિંસક પ્રદર્શનની આડમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેનાએ જવાબમાં હિઝબુલના ટોપ કમાન્ડર સૈફુલ્લાહ ઉર્ફ ગાઝી હૈદરને ઠાર માર્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે જણાવ્યું હતુ કે, અમે ઓપરેશનમાં સૈફુલ્લાહ નામના કમાન્ડરને ઠાર માર્યો છે. હાલમાં તેની ઓળખ કરવામાં આવી રહી છે પરંતુ મોટા ભાગે નક્કી છે કે આ સૈફુલ્લાહ છે. આ સિવાય અન્ય એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરવામાં આવી છે. 

સૈફુલ્લાહ ઉર્ફે ગાઝી હૈદર મૂળ પુલવામાના મંગલપોરા વિસ્તારનો રહેવાસી છે. તે હિઝબુલના ચીફ સૈયદ સલાહુદ્દીનના કહેવા પર કાશ્મીરમાં આતંકી ષડયંત્ર બનાવી રહ્યો હતો.સૈફુલ્લાહે કાશ્મીરમાં રિયાઝ નાઇકૂના મોત બાદ  હિઝબુલની કમાન સંભાળી હતી. આ સિવાય તે પૂર્વમાં હથિયાર લૂટ, આઈઈડી હુમલો અને સુરક્ષાદળોના કાફલા પર ટેરર એટેકની ઘણી ઘટનાઓમાં સામેલ હતો. 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close